રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં, એક બોલેરો પિકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના મોરબી હાઇવે પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ નજીકથી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે GJ 13 AT 7298 નામની ગાડીમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ.
વાહનના ચોરખાનામાં રાખીને કરાતી વિદેશી દારૂની હેરાફેરીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી - foreign liquor smuggling vehicle
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ નજીકથી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે GJ 13 AT 7298 નામની ગાડીમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતુ.
રાજકોટ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને ઝડપી પાડી, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ સાથે જ ક્રાઈમબ્રાન્ચે વલ્લભ વિજયભાઈ કડથીયા નામના ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાન્ચની ટીમે અલગ અલગ વિદેશી દારૂની બોટલો સાથે પિકઅપ વાહન સાથે કુલ રૂપિયા 3 લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ રાજકોટમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયાની ઘટનાઓ સામે આવી હતી.