- રાજકોટ ક્રાઇમબ્રાન્ચને મળી મોટી સફળતા
- રૂપિયા 36,00,000ની રદ્દ થયેલી ચલણી નોટો સાથે 3 શખ્સોને ઝડપી લીધા
- આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે આરોપીઓ ઝડપાયા
રાજકોટઃ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેશમાં રદ્દ કરવામાં આવેલી જૂની ચલણી નોટો સાથે 3 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. અંદાજીત રૂ.36,00,000ની રદ્દ થયેલી ચલણી નોટો ક્રાઇમબ્રાન્ચે જપ્ત કરી છે. રાજકોટમાંથી રદ્દ થયેલી ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આ આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી રૂપિયા 36,00,000ની રદ્દ થયેલી ચલણી નોટ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે, આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે આવેલી બંસીધર કાંટા સામે રામપાર્કના ખૂણે પાસેથી ત્રણ શખ્સો જૂની ચલણી નોટ લઈને જઈ રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપીઓ આવતા તેમની જડતી લીધી હતી. જેમાં આ આરોપીઓ પાસેથી રદ્દ થયેલી અંદાજીત રૂપિયા 36,00,000ની ચલણી મળી આવી હતી. હાલ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રૂપિયા 36,00,000ની રદ્દ થયેલી ચલણી નોટ ઝડપાઇ