- રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઈરાની ગેંગના બે ઇસમોને ઝ઼ડપ્યા
- પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ ઉકેલાયા
- બે ઈસમો ભુજથી 15 લાખના સોનાના ટુકડા સાથે નાસી છૂટ્યા
રાજકોટઃ શહેર ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. શહેર પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે, બે ઈસમો ભુજ ખાતેથી રૂ.15,00,000ના સોનાના ટુકડા સાથે નાસી છૂટ્યા છે. જે ઇસમો રાજકોટ રેલવે સ્ટેશન નજીક હોવા અંગેની બાતમી ક્રાઇમબ્રાન્ચને મળતા રેલવે સ્ટેશન ખાતેથી ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપી ધરપકડ કરવામાં આવતા વલસાડ અને ભુજના ત્રણ ગુનાઓના ભેદ પણ ઉકેલાયા હતા.
ઈસમો મુખ્યત્વે સોના ચાંદીની દુકાનમાં કરતા ચોરી
ક્રાઇમબ્રાન્ચે ગુલામ અબ્બાસ ઉર્ફ મિસમ શોકતઅલી શેખ અને ગુલામ ઉર્ફ સુલતાન ઉર્ફ ગુજજી ઉર્ફ ટીંગના નાસિરહુસેન સુલેમાનશા નામના બે ઇસમોની ધરપકડ કરી છે. આ ઈસમો આંતરરાજ્ય ઈરાની ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું છે. જેઓ મોટાભાગે રાજ્યના અલગ અલગ જિલ્લામા આવેલી સોના ચાંદીની દુકાનોમાં જ ચોરી કરતા હતા. ક્રાઇમબ્રાન્ચે ઈસમો પાસેથી 5 સોનાના સિક્કા અને અંદાજીત 70 જેટલા સોનાના રો-મટિરિયલના ટુકડા કબ્જે કર્યા છે.