રાજકોટઃ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં બેરોજગાર લોકોને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી આપવાની લાલચ આપી નાણાં પડાવતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચન દ્વારા ઝડપાયેલા ઈસમ દિપકભાઇ મુગટભાઈ ભટ્ટે અત્યાર સુધીમાં અંદાજીત 50થી વધુ લોકો પાસેથી રૂપિયા 75 લાખથી વધુ રકમ ઉઘરાવીને છેતરપિંડી કરી હતી અને રાજકોટમાં યુવાનને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી આપવાની લાલચ આપી હતી. આ સમગ્ર મામલાની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા ક્રાઈમ બ્રાન્ચે ઓન વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.