આ નેલ્લોર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વાહનચાલકોનું એકમેકને પ્રકારે વાહનોના કાચ ફોડી અથવા વાહનો આગળ ઓઇલ ઢોળવા ઉપરાંત વાહનચાલકોને બહાના બતાવી તેમનું ધ્યાન ભટકાવીને રોકડ સહિતના સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આંધ્રપ્રદેશની ચોર ગેંગને ઝડપી, 22 ગુના કર્યા કબૂલ
રાજકોટઃ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
Thief gang
તે દરમિયાન થોડા દિવસો અગાઉ ગેંગ દ્વારા ગોંડલ અને રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં રોકડની ઉઠાંતરી કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઇ હતી. આ સીસીટીવી કેમેરા મારફતે રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ નેલ્લોર ગેંગના ચાર સભ્યોને યુનિવર્સિટી રોડ નજીકથી ઝડપી પડાયા છે. જેમાં ત્રણ પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા ચારેય ઈસમો દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યમાં 20થી વધુ ગુનાઓની કબૂલાત કરી છે.