રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરમાં 6 જેટલી હત્યા તેમજ ચોરીના 21 અને લૂંટના 6 સહિતના અંદાજીત 33 ગુન્હાનો આરોપી નિલય નવીનચંદ્ર મહેતા નામના આરોપીને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ ઈસમ અગાઉ ઝડપાઇ ચૂક્યો હતો પરંતુ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 6 મર્ડર, લૂંટ ચોરી જેવા 33 ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો - રાજકોટ
રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 6 મર્ડર, લૂંટ અને ચોરી જેવા 33 ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.

ds
રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 6 મર્ડર, લૂંટ ચોરી જેવા 33 ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટમાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આ ઈસમ નાની નાની બાબતોમાં તેમજ પૈસા માટે લોકોની હત્યા કરી નાખતો હતો. તેમજ તે મોટાભાગે બ્લેડ વડે હત્યાને અંજામ આપતો હતો. હાલ રાજકોટ પોલીસે ઇસમને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ કરી છે. તે છેલ્લા એક વર્ષથી ક્યાં હતો તેમજ બીજા કેટલા ગુનાઓને અંજામ આપ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Last Updated : Mar 12, 2020, 3:12 PM IST