રાજકોટઃરાજકોટમાં રહેતા દંપતી જતીન હરિશ અઢિયા અને ફોરમ જતીન અઢિયાએ 3થી 4 વેપારી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ રાજકોટ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ હતી. પોલીસે આ દંપતીની પોલીસે ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ આખરી કાર્યવાહી હાથ ધરી છે. આ દંપતી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતા વેપારીઓ પાસેથી માલસામાન લઈ લેતું હતું, પરંતુ તેમને પૈસાની ચૂકવણી નહતું કરતું. જ્યારે આ પ્રકારની ફરિયાદ નોંધાઈ ત્યારે ક્રાઈમબ્રાન્ચે આરોપી દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃSurat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો
દંપતી માડાગાસ્કર દેશમાં કરે છે વેપારઃક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, આ દંપતી પૂર્વ આફ્રિકામાં આવેલા માડાગાસ્કર દેશમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરે છે. તેમ જ વિશ્વના અલગ અલગ દેશોમાંથી ખાંડ, ચોખા, ઘઉં, મેંદો, હાર્ડવેર મટિરિઅલ્સ સહિતની વસ્તુઓની આયાત-નિકાસ કરે છે. દંપતી આ પ્રકારનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધા કરતા વેપારીઓ પાસેથી માલનો ઓર્ડર લઈને તેમની પાસેથી આ ઓર્ડરના એડવાન્સ પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ તેને પૈસાની સામે માલસામાન આપતા નહતા. આવી જ રીતે અન્ય વેપારીઓ પાસેથી માલ લઈને હજી આ પ્રકારનો વધુ પ્રમાણમાં માલ આપો તો તમને નફો થશે તેવી લાલચ આપીને તેમની પાસેથી મોટા પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓનો જથ્થો લઈ લેતા હતા. તેમને પણ આરોપીઓ પૈસા આપતા નહોતા. આ પ્રકારે વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા.