ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં રસ્તા પર બાઈકરને ધક્કો મારનાર ટ્રાફિક વોર્ડન સામે ફરિયાદ કરાઇ - ટ્રાફિક વોર્ડન સામે ફરિયાદ કરાઇ

રાજકોટમાં રૈયા ચોકડી નજીક રસ્તા ઉપર જઈ રહેલા બાઈકરને ટ્રાફિક વોર્ડન દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો. જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો. હવે આ મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ટ્રાફિક વોર્ડન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ટ્રાફિક વોર્ડનની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે.

Rajkot Crime : રાજકોટમાં રસ્તા પર બાઈકરને ધક્કો મારનાર ટ્રાફિક વોર્ડન સામે ફરિયાદ કરાઇ
Rajkot Crime : રાજકોટમાં રસ્તા પર બાઈકરને ધક્કો મારનાર ટ્રાફિક વોર્ડન સામે ફરિયાદ કરાઇ

By

Published : Jul 8, 2023, 8:42 PM IST

સીસીટીવી વિડીયો

રાજકોટ : રાજકોટમાં બે દિવસ પહેલા રૈયા ચોકડી નજીક આવેલા ટેલીફોન એક્સચેન્જ પાસે રસ્તા ઉપર જઈ રહેલા બાઈકરને ટ્રાફિક વોર્ડન દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં બાઈક ચાલક રસ્તા ઉપર અન્ય કાર સાથે અથડાયો હતો અને જમીન ઉપર પડ્યો હતો. એવામાં સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. જેને લઈને ટ્રાફિક વોર્ડનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. ત્યારે હવે આ મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ટ્રાફિક વોર્ડન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસે હાલ આ ટ્રાફિક વોર્ડનની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ તાત્કાલિક ટ્રાફિક વોર્ડનને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો હતો...જે બી ગઢવી(રાજકોટ ટ્રાફિક એસીપી)

ઘટનાના સીસીટીવી વિડીયો વાઇરલ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ટેલીફોન એક્સચેન્જ નજીક બે દિવસ પહેલા એક બાઈક સવાર પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. એવામાં અચાનક ટ્રાફિક વોર્ડન આ બાઈક સવારને ઉભો રાખવા માટે ધક્કો મારે છે. જ્યારે આ બાઈક સવાર રસ્તા ઉપર અન્ય કાર સાથે અથડાય છે અને જમીન ઉપર પટકાય છે.

ટ્રાફિક વોર્ડન દ્વારા ધક્કો મારવામાં આવ્યો

ટ્રાફિક વોર્ડન વિરુદ્ધ રોષ : જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી પરંતુ બાઈક સવાર સાથે તેનો પરિવાર પણ હતો. એવામાં ટ્રાફિક વોર્ડન દ્વારા આ બાઈક સવારને ધક્કો માર્યો હોવાના અને બાઈક સવાર પડ્યો હોવાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. જેને લઈને રાજકોટવાસીઓમાં ટ્રાફિક વોર્ડન વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. એવામાં હવે આ મામલે ગાંધીગ્રામ પોલીસ એક્શનમાં આવી છે.

ટ્રાફિક વોર્ડન વિરુદ્ધ પોલીસ ફરિયાદ : ટેલીફોન એક્સચેન્જ નજીક રસ્તા ઉપર બનેની ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. જ્યારે આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એમજી વસાવાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ટ્રાફિક વોર્ડન આદિત્ય ઝીંઝુવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તે ફરાર છે તેમજ તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ટ્રાફિક વોર્ડનની દાદાગીરી :ઉલ્લેખનીય છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવતી હોય છે. એવામાં હવે ટ્રાફિક વોર્ડન પણ રસ્તા ઉપર દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. તેને લઈને રાજકોટમાં ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

  1. તમિલનાડુના વતની યુવકની ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને હત્યા કરવાના કેસમાં ધરપકડ
  2. TTEએ ચાલતી ટ્રેનમાંથી સૈનિકને ધક્કો માર્યો, બંને પગ કપાયા
  3. બળવાખોરોને સમજાવવા ગયેલા ગૃહપ્રધાનને ધક્કો, બહાનાબાજીથી મુલાકાત ટળી

ABOUT THE AUTHOR

...view details