ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવકની ધરપકડ - અરુણ રમેશ જોષી

રાજકોટમાં ચકરાવે ચડાવે એવા પ્રકારના દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવક અરુણ રમેશ જોષીની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં મહિલાનો નગ્ન ફોટો મગાવી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારાયું હતું.

Rajkot Crime : રાજકોટમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવકની ધરપકડ
Rajkot Crime : રાજકોટમાં પ્રોફેસરની પત્ની સાથે 8 વર્ષથી દુષ્કર્મ આચરતા યુવકની ધરપકડ

By

Published : Apr 11, 2023, 7:49 PM IST

રાજકોટ : રાજકોટમાં એક પ્રોફેસરની પત્નીને દુષ્કર્મનો ભોગ બનાવનાર ઇસમની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. દુષ્કર્મના આરોપી ઈસમે પ્રોફેસરની પત્ની સાથે અગાઉ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેના મોબાઈલ નંબર લઈને તેની સાથે વાતચીત કરી હતી અને વિશ્વાસમાં લીધી હતી. જે દરમિયાન સોશિયલ મીડિયામાં મહિલાનો નગ્ર ફોટો મંગાવીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

8 વર્ષથી દુષ્કર્મ : છેલ્લા આઠ વર્ષથી અરુણ રમેશ જોષી નામના શખ્સ દ્વારા પ્રોફેસરની પત્નીને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવતી હતી. જ્યારે સમગ્ર ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. સોશિયલ મીડિયામાં મહિલાનો નગ્ન ફોટો મગાવીને આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરુ કરી દુષ્કર્મ આચરવાનું શરુ કર્યું હતું. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ 8 વર્ષથી દુષ્કર્મ આચરી રહેલા આરોપી અરુણ જોશીને પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime : સંતાનપ્રાપ્તિની વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર તાંત્રિક ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની પકડમાં બે આરોપી

પ્રોફેસરની પત્ની સાથે મિત્રતા કેળવી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ પ્રોફેસર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જ્યારે કોલેજ તરફથી મળેલા ક્વાર્ટર તે પોતાના પતિ અને 17 વર્ષના પુત્ર સાથે રહેતી હતી. જે દરમિયાન આ જ કોલેજના પટાવાળાની પુત્રી સાથે આ મહિલાને સારું એવું બનતું હોય ત્યારે બંને ખરીદી કરવા માટે અવારનવાર બજારમાં જતા હતાં. એવામાં પટાવાળાની પુત્રીના મિત્ર એવા અરુણ જોશીએ પ્રોફેસરની પત્ની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ નંબરની આપ લે કરી હતી અને તેની સાથે વાતચીત કરતો હતો. જ્યારે સોશિયલ મીડિયામાં પણ આ બંનેની વાતચીત થતી હતી. જે દરમિયાન મહિલાએ તેને પોતાનો નગ્ન ફોટો પણ સોશિયલ મીડિયામાં મોકલ્યો હતો. આ ફોટો આવતાની સાથે જ અરુણ જોશી મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી

પ્રોફેસર પત્નીના મેસેજ વાંચતાં જાણ થઇ : જ્યારે આ પ્રોફેસરની પત્નીને અરુણ જોશી છેલ્લા આઠ વર્ષથી દુષ્કર્મનો ભોગ બનાવી રહ્યો છે. એવામાં ચાર પાંચ દિવસ પહેલા જ પ્રોફેસરની પત્નીને સોશિયલ મીડિયામાં અરુણે મેસેજ મોકલ્યો હતો. જે મેસેજ પ્રોફેસરે વાંચી લેતા આ સમગ્ર મામલોો સામે આવ્યો હતો. જ્યારે પ્રોફેસરની પત્નીએ પોતાની સાથે બનેલી આપવીતી પોતાના પતિને જણાવી હતી. ત્યારબાદ પતિપત્નીએ આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપી એવા અરુણ જોશીને પકડી પાડ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પ્રોફેસરની પત્નીને દુષ્કર્મનો ભોગ બનાવવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details