Rajkot Crime: માતાએ બે બાળકોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી, વીડિયો FB પર પોસ્ટ કર્યો રાજકોટઃહૃદય કંપાવી મૂકે તે પ્રકારની ઘટના સામે આવી છે. એક પરણીતા દ્વારા પોતાના બે સંતાનોને જ્વલંત પીણું પીવડાવીને પછી એની હત્યા કરી દેવાઈ હતી. એ કર્યા બાદ આ પરણીતા એ પણ આપઘાત કરી લીધો છે. જોકે, આવું પગલું ભરતા પહેલા એક વીડિયો મૃતકે ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, પોતાના પતિના આડા સંબંધો છે. જેના કારણે તે ત્રાસી ગઈ છે. તેથી આ પ્રકારનું પગલું ભરી રહી છે.
તપાસ શરૂ કરાઈઃશહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોતની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. હાલ આ સમગ્ર મામલે શહેરની માલવિયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાગર પરમાર નામના પતિથી ત્રસ્ત મનીષા પરમાર નામની પરણીતાએ પોતાના ચાર વર્ષના પુત્ર ભાર્ગવ અને છ માસની પુત્રી ઇશિતા પોતાના હાથે મોતને ઘાટ ઊતારી દીધા હતા.
આત્મહત્યા કરી લીધીઃએ પછી આ બને બાળકોની ગળે ટૂંકો હત્યા કરી હતી. બાળકોની હત્યા બાદ મનીષા પરમારએ સોશિયલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેને પોતાના પતિ એવા સાગર પરમાર દ્વારા અન્ય યુવતીઓ સાથે સંબંધો હોવાના દાવા કર્યા છે. પછી પરણીતાએ પણ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ મામલે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
શું છે વીડિયોમાંઃહું ખુદ મરી જાઉં છું અને મારા મોતનો જવાબદાર મારો પતિ સાગર પરમાર છે. જે બધી છોકરીઓને મારીને હેરાન કરે છે. આ છોકરીઓ પાસેથી પૈસા પડાવે છે. હું આપઘાત કરું છું અને મારા બંને પુત્રોને પણ મારી નાખું છું. આ ઘટનામાં મારા મા બાપ જવાબદાર નથી. મારે છૂટાછેડા કરવા હતા. મારા છૂટાછેડા થયા ન હતા. મને સમજાવીને ફરીથી મોકલવામાં આવી હતી. જેના કારણે હું આપઘાત કરું છું. મેં મારા બંને છોકરાઓને પણ મારી નાખ્યા છે.
વીડિયોમાં મૃતદેહઃજ્યારે મહિલાએ આપઘાત કરતા પહેલા બંને પુત્રોની લાશ પણ વીડિયોમાં બતાવી રહી છે. તેની હત્યા કરી હોવાથી એક પીણાની બોટલ પણ આ મહિલા બતાવી રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતને કારણે પરિવારમાં પણ આભ તૂટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે, આ મામલે પોલીસે તપાસ ચાલું કરી દીધી છે.
- Rajkot Crime News: રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ
- Rajkot Crime: કામવાળી રાખતા પહેલા ચેતજો! ઘરકામના બહાને રહીને ઘરફોડ ચોરીને અંજામ આપતી કામવાળી દિલ્હીથી પકડાઈ
- Rajkot Crime News: રાજકોટમાંથી 200 કરોડથી વધુનો હેરોઈનનો જથ્થો ઝડપાયો