રાજકોટકેરળના કોચ્ચીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માટે ક્રિકેટર્સની હરાજી કરવામાં આવી હતી. તેવામાં હવે ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે (Samarth Vyas selected in Sunrisers Hyderabad team) રાજકોટના ક્રિકેટર સમર્થ વ્યાસને (Rajkot Cricketer Samarth Vyas) 20 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે. એટલે હવે આ ખેલાડી IPLમાં પોતાનો જલવો બતાવશે.
ટીમનો માન્યો આભાર ક્રિકેટર સમર્થ વ્યાસની (Rajkot Cricketer Samarth Vyas) પસંદગી થતાં જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ક્રિકેટર સૌરાષ્ટ્ર ક્રિકેટ સાથે સંકળાયેલો છે અને તે રાજકોટ રેલવે પરિવારમાંથી આવે છે. પોતાન પસંદગી થતાં (Sunrisers Hyderabad team for IPL) ક્રિકેટરે ટીમનો (Indian Premier League) આભાર વ્યક્ત કર્યો હતો.
સપનું સાકાર થયું આ અંગે ક્રિકેટર સમર્થ વ્યાસે (Rajkot Cricketer Samarth Vyas) જણાવ્યું હતું કે, IPL જેવા સ્ટેજ ઉપર રમો (Indian Premier League) તે ખૂબ જ ગર્વની વાત છે. સાથે જ IPL રમવાની સાથે ખૂબ જ મોટી તક પણ મળે છે. IPLમાં રમવાનું મારું અને મારા પરિવારનું સપનું હવે સાકાર થયું છે. હું એવું ઈચ્છું છું કે, આવું ને આવું પર્ફોમન્સ આગળ પણ ચાલતું રહે અને હું ભવિષ્યમાં પણ સારું ક્રિકેટ રમુ તેવી આશા રાખી રહ્યો છું.
ટીમમાં સિલેક્શન થયું ત્યારે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતોક્રિકેટરે વધુમાં (Rajkot Cricketer Samarth Vyas) જણાવ્યું હતું કે, જ્યારે ખેલાડીઓનું (Sunrisers Hyderabad team for IPL) ઓક્શન ચાલુ હતું. તે દરમિયાન હું મારી ટીમ સાથે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો. જ્યારે ટીમના પ્લેયર મેચ રમીને ઘરે જઈ રહ્યા હતા અને હું ડ્રેસિંગ રૂમમાં બેઠો બેઠો એકલો ઓક્શન જોયા રાખતો હતો. જ્યારે મારો 45મો નંબર હતો અને મને એવું લાગી રહ્યું હતું કે, હું આ વખતે મને કોઈ ખરીદશે નહીં, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે (Samarth Vyas selected in Sunrisers Hyderabad team) મારા માટે બોલી લગાવી અને હું ખૂબ જ ખુશ થયો હતો.
જયદેવ ઉનડકટની પણ પસંદગી ઉલ્લેખનીય છે કે, જયદેવ ઉનડકટને પણ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad team for IPL) દ્વારા (Indian Premier League) આ વખતે રૂપિયા 50 લાખમાં ખરીદવામાં આવ્યો છે. જે અગાઉ પણ વિવિધ ટીમમાંથી આઈપીએલ મેચ રમી ચૂક્યો છે.