ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાશે T20 - Rajkot International Match

રાજકોટઃ રાજકોટના જામનગર રોડ સ્થિત ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં દિવાળી બાદ એટલે કે 7 નવેમ્બરમાંના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 ક્રિકેટ મેચ યોજાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બન્ને ટીમોનું પ્રેક્ટિસ સિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાશે T20

By

Published : Oct 21, 2019, 10:25 AM IST

જે અનુસાર 4 નવેમ્બરના રોજ બન્ને ક્રિકેટ ટિમો ચાર્ટર પ્લેન મારફતે દિલ્હીથી રાજકોટ પહોંચશે. ત્યારબાદ 5 અને 6 નવેમ્બરે બાંગ્લાદેશની ટિમ સવારના સેશનમાં પ્રેક્ટિસ કરશે ત્યારબાદ સાંજના સેશનમાં ઇન્ડિયન ટિમ પોતાનો પરસેવો પાડશે. આ મેચ નિહાળવા માટેની ટિકિટનું ઓનલાઈન વહેંચાણ 21 ઓક્ટોમ્બરથી થશે. જ્યારે ટિકિટ વહેંચાણ અર્થે કાઉન્ટર પણ ખોલવામાં આવશે. સામાન્ય રીતે ટિકિટનો ભાવ રૂ.400થી લઈને 6 હજાર સુધીનો જોવા મળશે.

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાશે T20

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ક્રિકેટ ટિમ રાજકોટને આંગણે પ્રથમવાર ક્રિકેટ મેચ રમનાર છે. જ્યારે લાંબા સમય બાદ રાજકોટમાં ઓન આંતરરાષ્ટ્રીય T20 મેચ યોજવાનો છે. જેને લાઈમે ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details