ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ - રાજકોટ તોડકાંડ મામલો

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના (MLA Govind Patel)લેટર બૉમ્બ મામલે સરકાર દ્વારા કાર્યવાહી કરીને રાજકોટ પોલોસ કમિશનરની બદલી કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકારને લેટર લખનાર ગોવિંદ પટેલ(Rajkot CP Extortion Money Case)દ્વારા પણ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનનો આભાર માન્યો હતો.

Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ
Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ

By

Published : Mar 1, 2022, 4:40 PM IST

રાજકોટ: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના (MLA Govind Patel)લેટર બૉમ્બ બાદ ગઈકાલે મોડી રાતે સરકાર દ્વારા કાર્યવાહી કરીને રાજકોટ પોલોસ કમિશનરની બદલી કરવામાં( Transfer of Rajkot Police Commissioner)આવી છે. જ્યારે એક PI, PSI અને હેડ કોન્સ્ટેબલને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે મામલે ફરિયાદ કરનાર સખીયા બંદુઓએ (Rajkot CP Extortion Money Case)જણાવ્યું હતું કે અમે સરકારની કાર્યવાહીથી સંતોષ છે.

રાજકોટ તોડકાંડ મામલો

એસીબી દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવશે

સમગ્ર મામલે જગજીવન સખીયા દ્વારા મીડિયાને જણાવામાં આવ્યું હતું કે તોડકાંડ મામલે પોલીસ કમિશનરની બદલી જૂનાગઢ SRP ટ્રેનિંગ સેન્ટરમાં(Junagadh SRP Training Center) કરવામાં આવી જે નિર્ણય સારો છે. ઈતિહાસમાં પોલીસ કમિશનર વિરુદ્ધ સરકાર (State Government)દ્વારા આવા પગલાં ભરવામાં નહિ આવ્યા હોય જે આ કેસમાં લેવામાં આવ્યા છે. જ્યારે PI, PSI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે પણ સારો નિર્ણય છે અને આ ચાર્યે વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા

ધારાસભ્યએ ગૃહપ્રધાનનો માન્યો આભાર

જ્યારે આ મામલે રાજ્ય સરકારને લેટર લખનાર ગોવિંદ પટેલ દ્વારા પણ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનનો આભાર માન્યો હતો અને રાજકોટમાં આગામી દિવસોમાં પ્રામાણિક અને પોલીસ કમિશનર આવે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે ગોવિંદ પટેલ દ્વારા વધુમાં જણાવાયું હતું કે આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે અને તેમાં નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે પોલીસ કામગીરી કરે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદ પટેલ દ્વારા એક કેસમાં ફરિયાદી પાસેથી પોલીસ કમિશનરે રૂપિયા.75 લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃરાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

ABOUT THE AUTHOR

...view details