ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના દંપત્તિએ કર્યો નવતર પ્રયોગ, કારમાં જ ઓફિસ શરૂ કરી બન્યા આત્મનિર્ભર - solar car news

રાજકોટના એક દંપત્તિને કારમાં જ ઓફિસ શરૂ કરવાનો આઈડિયા આવ્યો હતો. પતિને કારમાં ઓફિસ શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે અવની અને તેમના પતિ આનંદે કારમાં સોલાર પેનલ લગાડી ઓફિસ ખોલી હતી. હાલ તેઓ મહિને 15 હજારથી વધુ આવક કરી રહ્યા છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Jun 20, 2021, 8:07 PM IST

  • કારની મદદથી મહિને 15 હજાર જેટલા રૂપિયા કમાઈ છે આ દંપત્તિ
  • કાર બનવવા માટે તેમને 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો
  • ઇલેક્સ્ટ્રિશનની મદદ વગર સોલાર પેનલ કાર પર ફીટ કરી

રાજકોટ: દેશના વડાપ્રધાને લોકડાઉન દરમિયાન આત્મનિર્ભર બનવાનું સૂત્ર આપ્યું હતું. ત્યારે સૂત્રને સાર્થક કરતા રાજકોટના આ દંપત્તિના એક આઈડિયાએ લોકોને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારમાં સોલાર પેનલ ફિટ કરાવી અને ઝેરોક્સ, પ્રિન્ટર સહિતનાં મશીન ફિટ કરાવી ઓફિસ શરૂ કરી હતી. પ્રથમ લોકડાઉનમાં કોર્ટ બંધ હોવાથી તેમના પતિએ ઘરે બેઠા કામ કરવા નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે સરકારી કચેરીએ અરજદારોનાં ઝેરોક્સ, પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો કાઢવા સહિતનાં કામ કરી અને મહિને 15 હજાર જેટલા રૂપિયા કમાઈ લેતા હતા.

આ પણ વાંચો: સોલાર પેનલથી ચાર્જ બે ઇકો ફ્રેન્ડલી રોબોટ સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની કરે છે સફાઇ

1.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો

સમગ્ર મામલે Etv Bharat સાથેની વાતચીતમાં આનંદે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે મારી હાલત કથળી ગઈ હતી. બધા ધંધા બંધ થઈ ગયા હતા, મારે કોર્ટ જવાનું પણ બંધ હતું, એટલા માટે મેં ઓફિસ કારમાં જ શરૂ કરવાનો વિચાર કર્યો. અમે બન્નેએ કોઈ ઇલેક્સ્ટ્રિશન વગર સોલાર પેનલ કાર પર ફીટ કરી, જેમાં કન્વર્ટર અને ડાઇવર્ટર સેટ કરીને કારમાં વીજપુરવઠો પૂરો પાડ્યો. આ માટે તેમને 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં બે સોલાર પેનલની મદદથી કારમાં પંખો, બે પ્રિન્ટર, લેપટોપ ચાર્જ કરી શકાય છે. આ ઓફિસ હાલ જૂની મામલતદાર ઓફિસ પાસે રાખીને મારી પત્ની દ્વારા ચાલવામા આવે છે.

આ પણ વાંચો:ખેતરમાંથી અનાજની સાથે સૌર ઉર્જા ઉત્પન્ન કરતા અહીંના ખેડૂતો

અવની ઓફિસ ચાલાવી પરિવારને મદદ કરે છે

સમગ્ર મામલે અવનીએ Etv Bharat સાથેની વાતચીત જણાવ્યું હતું કે, લોકો માટે આ એક ઉદાહરણ છે, હાલ લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઓછા હોવાથી હું મારા પરિવારને આર્થિક ટેકો આપી શકું છું. મને વ્યવસાય સંભાળવા મારા પતિએ પ્રોત્સાહન આપ્યું હતું. એટલા માટે આજે હું પરિવારને આર્થિક ટેકો આપી શકું છું. હાલ આનંદે કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને તેમનાં ધર્મપત્ની અવનીએ આ વ્યવસાય સાંભળી લીધો. તેઓ હાલ જૂની મામલતદાર કચેરીએ આ ઓફિસ ચાલાવી અને પરિવારને મદદરૂપ થાય છે.

ABOUT THE AUTHOR

...view details