ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ડુંગળી વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોંગ્રેસ કોર્પોરેટરની અટકાયત - corona virus updet in india

રાજકોટમાં ડુંગળી વિતરણ કરતી વખતે લોકોના ટોળા ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી હતી.

etv bharat
રાજકોટ: ડુંગરી વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોર્પોરેટરની અટકાયત

By

Published : May 11, 2020, 7:32 PM IST

રાજકોટ: મહાનગરપાલિકા વોર્ડ નંબર-12ના કોંગી કોર્પોરેટર વિજય બાબુભાઇ વાંક દ્વારા સોમવારે વિસ્તારના જરૂરિયાત મંદ 3500 જેટલા પરિવારને ડુંગળીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકોને 7-7 કિલો ડુંગળી આપવામાં આવનાર હતી. જેને લઈને સવારમાં જ અંદાજીત 10થી 12 લોકોને ડુંગળી આપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સની સમસ્યા સર્જાઇ હોવાથી પોલીસે કોંગી કોર્પોરેટર વિજય વાંકની અટકાયત કરી હતી. જેને કરાણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષીનેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

રાજકોટ: ડુંગરી વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોર્પોરેટરની અટકાયત
રાજકોટ: ડુંગરી વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોર્પોરેટરની અટકાયત

ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં નિઃશુલ્ક ડુંગળી આપવામાં આવી રહી છે. જે જાણીને મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જેની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details