રાજકોટ : રાજકોટમાં થોડા દિવસો અગાઉ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. જ્યારે આ ખાડામાં એક યુવક બાઇક સાથે પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ આ મામલે તપાસ શરૂ છે. એવામાં ગાંધીગ્રામ પોલીસે જે કોન્ટ્રાક્ટરનું કામ શરૂ હતું. તેના પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?
કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો :રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન અહીં ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં હર્ષ અશ્વિન ઠક્કર નામનો યુવાન પડી જતા તેનું મૃત્યુ થયું હતું. જેને લઇને કોર્પોરેશનની બેદરકારી અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા આ કામ એજન્સીને આપવામાં આવ્યું હતું.
એજન્સી સામે તપાસઃ જેને લઈને પોલીસ દ્વારા એજન્સી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી અંતે પોલીસ દ્વારા આ કામના પેટા કોન્ટ્રાક્ટર એવા કિશોર જાદવની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર ગર્ડર લોન્ચિંગની કામગીરી અંતર્ગત ખાડો ખોદવામાં આવ્યો હતો. પરતું તેની ફરતે માત્ર સેફટી રિલ લગાવવામાં આવી હતી. કોઈપણ જાતના બેરીકેટ કે સૂચના અંગેના બોર્ડ ખાડાની ફરતે મૂકવામાં આવ્યા નહોતા.
આ પણ વાંચો :દાહોદનાં ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં 300 મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ કરી 5000 પેમ્ફલેટ્સની કરી વર્ષા
રણજીત બિલ્ડકોન એજન્સીને અપાયું હતું કામ :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં રણજીત બિલ્ડકોન એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટર એવા કિશોર જાદવને આ અંગેનું કામ આપવામાં આવ્યું હતું. ત્યારે કોન્ટ્રાક્ટર કિશોર જાદવની પૂછપરછ બાદ તેની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો અને એજન્સીની પૂછપરછ બાદ અંતે પેટા કોન્ટ્રાક્ટર એવા કિશોર જાદવની ધરપકડ કરવામાં આવી છે.