કોરોનાની સ્થિતિને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રાજકોટઃકોરોનાનો નવો વોરિયન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિને (rajkot corona update) પહોંચી વળવા માટે આરોગ્યતંત્ર કામે લાગ્યું (system is equipped to deal Corona) છે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોરોના વિભાગ શરૂ કરાયો છે. જેમાં 100 બેડનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો (100 bed ward prepared to deal corona) છે. જ્યારે હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ તંત્ર સજ્જ થયું (Civil Hospital system is equipped to deal Corona) છે.
આ પણ વાંચોચીનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઓમિક્રોન BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો
100 બેડનો વોર્ડ ઉભો કરાયો:રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રાઇમરી બેઝ ઉપર 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 64 જેટલા બેડ આઇસીયુ છે અને બાકીના બેડ ઓક્સિજનના છે. જ્યારે હોસ્પિટલના તમામ સ્ટાફને પણ કરવામાં આવ્યો છે એટલે રાજકોટમાં કોરોનાના કોઈપણ કેસ જોવા મળશે તો તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઓમિક્રોનની આશંકાને પગલે મહિસાગર આરોગ્ય તંત્ર એલર્ટ
રાજકોટ સૌરાષ્ટ્રનું હબ:રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. જ્યાં માઈક્રોબાયોલોજી વિભાગમાં તમામ જાતના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ નવા કોરોના કેસ આવે તો તેનું ટેસ્ટિંગ અને સેમ્પલ મોકલવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અંગે સમીક્ષા યોજવામાં આવી હતી.