રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો જેને લઈને તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - Corona positive cases in rajkot
રાજકોટમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો પોતે કોરોનાના ભરડામાં આવી રહ્યા છે જેથી સંક્રમણ વધુ ગંભીર બની રહ્યું છે.
આ સાથે જ રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 575 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 395 કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્ય અને જિલ્લામાંથી 14,103 દર્દીઓને આઇસોલેશન વૉર્ડમાંથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે જેને લઈને રાજકોટ આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. રાજકોટમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.