ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot City Bus: શહેરની સિટી બસમાં મહિલા કંડક્ટર ચક્કર ખાઈને પડી ગયાં, ડ્રાઈવર સહિત પ્રવાસીઓના શ્વાસ અધ્ધર - Rajkot City Bus

રાજકોટની સિટી બસમાં ચાલુ બસે મહિલા કંડક્ટર ચક્કર ખાઈને લથડી પડ્યાં હતાં. તેના કારણે ડ્રાઈવર સહિત પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે આ મહિલા કંડક્ટરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

Rajkot City Bus: શહેરની સિટી બસમાં મહિલા કંડક્ટર ચક્કર ખાઈને પડી ગયાં, ડ્રાઈવર સહિત પ્રવાસીઓના શ્વાસ અધ્ધર
Rajkot City Bus: શહેરની સિટી બસમાં મહિલા કંડક્ટર ચક્કર ખાઈને પડી ગયાં, ડ્રાઈવર સહિત પ્રવાસીઓના શ્વાસ અધ્ધર

By

Published : Feb 16, 2023, 3:25 PM IST

ચાલુ બસે ચક્કર આવતા પડી ગઈ મહિલા કંડક્ટર

રાજકોટઃશહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં અચાનક જ મહિલા કંડક્ટરની ચાલુ બસે તબિયત લથડી હતી. તેના કારણે ડ્રાઈવર અને પ્રવાસીઓ આ મહિલા કંડક્ટરને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જોકે, હાલ આ મહિલા કંડક્ટરની તબિયતમાં સુધારો જણાઈ આવ્યો છે.

આ પણ વાંચોઃબનાસકાંઠામાં ગોલવી ગામે ડિપ્થેરિયાની રસી આપતા ત્રણ બાળકો બેભાન

ચાલુ બસે ચક્કર આવતા પડી ગઈ મહિલા કંડક્ટરઃશહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની એસઆરપી કેમ્પ-ઘંટેશ્વરથી કોઠારીયા ચોકડી રૂટની બસ શહેરના બહુમાળી ચોક ખાતે પહોંચી હતી, જ્યાં આ બસમાં રહેલાં છાયા નામનાં મહિલા કંડક્ટરને ટિકિટ કાપતા કાપતા આચનક ચક્કર આવી ગયાં હતાં, જેના કારણે તેઓ બસમાં જ ઢળી ગયાં હતાં. આના કારણે પ્રવાસીઓએ તાત્કાલિક સમય સૂચકતા વાપરીને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં.અને મહિલાને વધુ સારવાર આપવામાં આવી હતી. જ્યારે હાલ આ મહિલાની તબિયત તો સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃSurat accident : વાલીઓ સાવધાન, પિતાનું બાઈક લઈને ચક્કર મારવા નીકળેલા વિદ્યાર્થીનું થયું મૃત્યુ

જિલ્લા પંચાયતથી આગળ નીકળ્યા અને બની ઘટના: ડ્રાઈવરઃસમગ્ર ઘટનાની માહિતી આપતા બસના ડ્રાઇવર એવા દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, અમે પ્રવાસીઓ સાથે જિલ્લા પંચાયત સર્કલથી આગળ નીકળ્યા અને બસમાં રહેલા મહિલા કંડક્ટરને ચક્કર આવી ગયાં હતાં, જેના કારણે તેઓ બસમાં જ ઢડી પડ્યાં હતાં. ત્યારબાદ અમે બસ લઈને સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જોકે, હાલ આ મહિલા કંડક્ટરની તબિયત સારી છે. જ્યારે છેલ્લા 15 દિવસથી તે મારી સાથે આ બસની રૂટમાં આવી રહ્યાં છે અને અગાઉ આવું કઈ થયું નહોતું આવું પ્રથમવાર થયું છે.

ABOUT THE AUTHOR

...view details