- ખેડુતોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી.
- રાજકોટ શહેર અને જિલ્લામાં 1 ઈંચ જેટલો વરસાદ
- રાજકોટ શહેર અને જિલ્લામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
રાજકોટ : રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે શહેરમાં લગભગ એક અઠવાડિયા બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં ધીમીધારે વરસાદ આખો દિવસ વરસ્યો હતો. જ્યારે સાંજ સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ આવવાના કારણે રાજકોટ શહેર અને જિલ્લાઓના ડેમોમાં પણ નવા નીરની આવક થઇ છે. જ્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો આ પણ વાંચો : ગુલાબ વાવાઝોડની અસર : ગીર સોમનાથના 6 તાલુકામાં સાર્વત્રીક વરસાદ, નદીઓમાં આવ્યા ઘોડાપુર
વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવક
રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદને પગલે શહેરને પૂરું પાડતા પાણીના સ્ત્રોત એવા ડેમોમાં નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે રાજકોટનો આજીડેમ તેમજ જિલ્લાનો ભાદર ડેમ સંપૂર્ણ રીતે વરસાદી પાણીથી ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ, 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો જ્યારે ન્યારીમાં 30 એપ્રિલ, 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો અને ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : વિધાનસભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ રહ્યા હાજર, પરેશ ધાનાણીએ ગૃહપ્રધાન સંઘવીને જવાબ આપવા ન દીધો
અગાઉ ખાબક્યો હતો 15 ઈંચ જેટલો વરસાદ
રાજકોટ શહેર અને જિલ્લામાં અગાઉ 15થી 18ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇને શહેર અને જિલ્લામાં ભારે નુકસાની જોવા મળી હતી. રાજકોટના લોધીકા તાલુકામાં 18 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અહીં રોડ રસ્તા ખેતરો સહિતનું વરસાદી પાણીમાં ધોવાણ થયું હતું. આ સાથે જ કેટલાક કાચા મકાનો પડી ભાંગ્યા હતા. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.