રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક ચમત્કારિક હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની મુલાકાત આજે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી હતી અને અહીંયા હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમને દિવ્યતા અનુભવી હતી, ત્યારે રાજકોટના ચમત્કારિક હનુમાનજીના મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. અહીંયા મંદિરે હનુમાનજીની પ્રસાદી આરોગવાના કારણે વિવિધ માનતાઓ પૂર્ણ થાય છે, ત્યારે દર શનિવારે અને મંગળવારે અહીંયા મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે.
Rajkot News : ચમત્કારિક હનુમાનજીનો પ્રસાદ ખાવાથી માનતા થાય છે પૂર્ણ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી મુલાકાત - રાજકોટમાં બાબા બાગેશ્વર
રાજકોટના ચમત્કારિક હનુમાન મંદિરમાં મંગળવારે અને શનિવારે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. જે મંદિરમાં ભક્તો પોતાની માનતા સાથે અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને તેમની માનતાઓ પૂર્ણ થાય છે, ત્યારે આ મંદિરની બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી હતી.
હનુમાનજી દાદા સૌનો જીવનમાં સારું કલ્યાણ કરે છે. અહીં ચમત્કારિક દાદા હનુમાનજી મહારાજ બાપાની કૃપા છે. શરૂઆતમાં અહીંયા દર શનિવારે થોડા બાળકીને પ્રસાદી આપતા હતા, પરંતુ હવે અહીં શનિવારે 1200થી 1500 નાના બટુક ભોજન આપવામાં આવે છે. જ્યારે ચમત્કારી હનુમાનના પ્રસાદનો એવો મહિમા છે કે ઘણાની તબિયત ખરાબ હોય તો પણ પ્રસાદ લેવા આવે છે. જેના કારણે તેમને સારું થઈ જાય છે. અહીંયા રાજાથી લઈને રંક જેવા માણસો મંદિરમાં એએમની માનતા પૂર્ણ કરવા આવે છે. તેમજ એમની આશા ભગવાન પૂરી કરે છે એટલે અનેક ગણાય એવા કાર્યો થાય છે. - ધર્મેન્દ્ર ભગત (પ્રમુખ, ચમત્કારી હનુમાન મંદિર સેવા સમિતિ)
આવી રીતે પડ્યું ચમત્કારિક હનુમાન નામ :ધર્મેન્દ્ર ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અહીં ભૂમિના પ્રભાવમાં જે ચમત્કાર થવા માંડ્યા હતા અને અમારા સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ હતા એમને એક સપનું આવ્યું હતું કે આ જગ્યામાં આવું એક હનુમાનજીનું મંદિર બને, ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ થયું અને ત્યારે જ આ મંદિરને બળવંતસિંહ રાઠોડ દ્વારા ચમત્કારી હનુમાન નામ આપવામાં આવ્યું છે. હાલ આ મંદિર ખાતે દર મંગળવારે અને શનિવારે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. તેમજ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ પણ અહીંયા હનુમાનજીના દર્શન માટે આવે છે. ભક્તો પોતાની માનતા સાથે અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને તેમની માનતાઓ અહીંયા પૂર્ણ થાય છે.
- Small Hanuman Chalisa: રાજકોટના એક શિક્ષકે વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી
- Surat News : સ્લમ વિસ્તારના બાળકોને શાસ્ત્રોના શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ, કોણે કર્યો ઉમદા પ્રયાસ જાણો
- Rajkot News : સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા