રાજકોટમાં ફરી માફિયાઓ સક્રિય થયા હોવાની ઘટના સામે આવી છે. શહેરની ભાગોળે આવેલા પાળ ગામ ખાતે આવેલી કરોડોની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટે અજય બોરીચા નામના ઇસમને પોતાના બે સાગ્રીતો સંજય કોળી અને જયદીપ પરમારના નામે જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને લોધિકા મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરી હતી.
રાજકોટમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજનું કૌભાંડ ઝડપાયું - gujaratinews
રાજકોટ: શહેર નજીક આવેલા પાળ ગામે ચીકુભાઈ મેનપરાની ખેતીની જમીન આવેલી છે. જે જમીનના 100 રૂપિયાના સ્ટેમ્પમાં ખોટું કબ્જા રહિતનો સાટાખાત કરાર સહિતના ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીનના મૂળ માલિક પાસે રૂપિયા 2 કરોડની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે રાજકોટ SOGએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.
રાજકોટમાં કરોડોની જમીનના ખોટા દસ્તાવેજનું કૌભાંડ ઝડપાયું
તેમજ ગોંડલ કોર્ટમાં દાવા સાથે આ ખોટા દસ્તાવેજ જોડયા હતા. ત્યારબાદ ઈસમોએ જમીનના મૂળ મલિક પાસે જમીન પચાવી પાડવા અને સાટાખાત રદ કરાવવાના અવેજમાં રૂપિયા 2 કરોડની માંગ કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આજે ત્રણ ઈસમોને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.