ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: પાટીલે લોકસભાની ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, તમામ બેઠકો પર જીતનો દાવો - undefined

સીઆર પાટીલે લોકસભાની ચૂંટણી પ્રચારના રાજકોટથી કરી દીઘા છે. પ્રથમ તબક્કામાં જ તેમણે 26 બેઠકો પર 5લાખથી વધુની લીડ સાથે જીતશું એવો દાવો કર્યો છે.

Rajkot News: પાટીલે લોકસભાની ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, તમામ બેઠકો પર જીતનો દાવો
Rajkot News: પાટીલે લોકસભાની ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, તમામ બેઠકો પર જીતનો દાવો

By

Published : Jun 23, 2023, 8:09 AM IST

રાજકોટઃસૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની જનસભા યોજાઈ હતી. જ્યારે આ જનસભામાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલે આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

જીતનો દાવો કર્યોઃ ભાજપના તમામ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો ઉપર પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવા માટેનું આહવાન કર્યું હતું. જ્યારે રાજકોટમાં યોજાયેલી જનસભામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળીયા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ જનસભા દરમિયાન સી.આર.પાર્ટીલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

કેન્દ્રની સિદ્ધિ ગણાવીઃસી.આર.પાટીલે સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પીએમના શપથ લીધા અને 17માં દિવસે જ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી હતી. કોંગ્રેસ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ગુજરાત સાથે ઘણો બધો અન્યાય કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ પણ દૂર કરી છે. હાલ અયોધ્યામાં ભગવાન રામ મંદિર પણ બની રહ્યું છે.

વચન પૂરા કર્યાઃ જ્યારે વર્ષ 2024 સુધીમાં આ મંદિરનું કામ પણ પૂર્ણ થઇ જશે. ભાજપે જે પણ વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. કોંગ્રેસે માત્ર વાતો જ કરી છે. 50 વર્ષના શાસનમાં કોંગ્રેસે કોઈપણ પ્રકારનું કામ કર્યું નથી. આમ કહીને સી.આર.પાટીલ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજનાર છે. એવામાં સી.આર.પાટીલે લોકસભા બેઠક હેઠળ આવતા વિસ્તારો હોદ્દેદારો ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

કાર્યકર્તાઓને હાંકલઃ આ વખતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠકો ઉપર પાંચ લાખથી વધુ લીડ સાથે ભાજપના સાંસદોને જીતાડવા છે. જ્યારે સીઆર પાટિલે કાર્યકર્તાઓને હાકલ કરતા કહ્યું હતું કે, અત્યારથી જ ચૂંટણીની કામગીરીમાં લાગી જાઓ. રાજકોટ ખાતે યોજાયેલી જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપનું સંગઠન તાજેતરમાં જ બદલવામાં આવ્યું છે.

નવા ચહેરાને સ્થાનઃ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા ચહેરાઓને સ્થાન આપ્યા બાદ સી આર પાટીલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.

  1. Faisal Patel Met C R Patil : અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સી આર પાટીલ સાથે મુલાકાત, ગુજરાત કોંગ્રેસ ઉપરતળે થઇ?
  2. ગુજરાતની ચૂંટણી પહેલા પાટીલ અને પટેલ દિલ્હી રવાના, મોટા નિર્ણયના એંધાણ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details