ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Navratri : રાજકોટમાં નવરાત્રી દરમિયાન સળગતી ઇંઢોણી અને મશાલ રાસ યોજાયો

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન બજરંગ ગરબી મંડળ દ્વારા તેને રમાડવામાં આવે છે. જ્યારે નાની બાળાઓ માથા ઉપર ઇંઢોણી અને સળગતો ગરબો તેમજ હાથમાં સળગતી મશાલ લઈને ગરબા રમતી હોય છે. ત્યારે આ ગરબા જોવા આવનાર જીવ પણ થોડા સમય માટે તાળવે ચોંટી જાય છે.

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ
રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 9:15 AM IST

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ

રાજકોટ: હાલમાં નવરાત્રીનો તહેવાર શરૂ છે. એવામાં રાજ્યભરમાં નવરાત્રીને લઈને અર્વાચીન અને પ્રાચીન ગરબા યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં સળગતી ઈંઢોણી માથે મૂકીને હાથમાં મશાલ સાથે નાની બાળકીઓ માતાજીની આરાધના કરે છે. જ્યારે આ ઈંઢોણી રાસ જોવા માટે અંદાજિત 5 થી સાત હજાર લોકો પણ આવે છે. એવામાં રાજકોટનો આ સળગતી ઈંઢોણી રાસ ખૂબ જ પ્રચલિત છે.

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ

છેલ્લા 15 વર્ષથી યોજાય છે ઈંઢોણી રાસ: રાજકોટના મવડી ચોકડી નજીક બજરંગ ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જ્યારે આ ગરબી મંડળમાં સળગતી ઈંઢોણી રાસ ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ દૂર દૂરથી લોકો આ રાસ જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં આવે છે. ગરબી મંડળની 6 બાળકીઓ દ્વારા આ રાસ રજૂ કરવામાં આવે છે. જેમાં હાથમાં સળગતી મશાલ હોય છે. માથા ઉપર સળગતી ઈંઢોણી અને ગરબો હોય છે. તેમજ બાળકીઓ માતાજીની આરાધના કરતી હોય છે. લગભગ અડધો કલાક સુધી બાળકીઓ આ સળગતી ઈંઢોણી રાસ રમતી હોય છે. જ્યારે બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ સળગતી ઈંઢોણી રાસ રમાડવામાં આવે છે.

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ

બાળકીઓની સેફ્ટીનું રખાય છે પૂરતું ધ્યાન: બજરંગ ગરબી મંડળના આયોજક યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે " અમારી ગરબી મંડળમાં છ બાળકો દ્વારા સળગતી ઈંઢોણી રાસ રજૂ કરવામાં આવે છે. જ્યારે આ રાસ શરૂ થયા તેના 15 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષે અમે 16માં વર્ષમાં તેનો પ્રવેશ કર્યો છે. આ રાસની પ્રેક્ટિસ નવરાત્રી એક મહિના અગાઉથી જ બાળકીઓને કરવામાં આવે છે અને ત્યારબાદ જ સળગતી ઈંઢોણી રાસ ત્યારબાદ જ રમાડીએ છીએ. જ્યારે સળગતી ઈંઢોણી રાસ રમતી વખતે બાળકીઓને કોઈ ઇજાના થાય તે માટે અમે તેમની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ. અમારી ગરબી મંડળમાં કુલ 45 સ્વયંસેવકો છે, જે આ રાસ શરૂ હોય ત્યારે અલગ અલગ ખૂણે ઊભા હોય છે અને તમામ વસ્તુઓ ઉપર નજર રાખતા હોય છે. આ સાથે જ ફાયર સેફ્ટીના પણ સાધનો અહીંયા અમે રાખીએ છીએ.

રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ યોજાય છે અદભુત રાસ
  1. Navratri 2023 : સુરતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો ગરબે ઝુમ્યા, લોકો થયા અચંબિત
  2. Navratri 2023 : સુરતમાં કિન્નરો અને સ્થાનિકો સાથે મળીને ગરબા રમ્યા

ABOUT THE AUTHOR

...view details