રાજકોટ: આવતીકાલે વિશ્વકપની લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ, રાજકોટમાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવથી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા આતુર છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી કેયુર ઢોલરિયાએ જાહેરાત કરી છે.
ટીમના દરેક સભ્યોને પ્લોટ મળશે:રાજકોટ તાલુકાના સરપંચ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપ અગ્રણી કેયુર ઢોલરિયાએ કહ્યું છે કે, જો ભારતીય ટીમ વિશ્વ કપ જીતશે તો 15 ખેલાડી અને એક કોચ એમ 16 સભ્યોને ભાયાસર-કાથરોટ નજીક શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 251 વારનો પ્લોટ આપવામાં આવશે.
'આજે લાભ પાંચમના દિવસે અમે અમારું શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીઝ ઝોન શરૂ કરી છીએ. હાલ દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. એવામાં ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓની સ્વપ્ન છે કે ભારત વર્લ્ડકપ જીતે. દેશના વડાપ્રધાન ભારતીય ટીમનો જુસ્સો વધારવા પોતે અમદાવાદ ખાતે ફાઇનલ જોવા માટે આવનાર છે. હું પણ નાનપણથી ક્રિકેટ રમુ છું અને મને પણ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. જેના કારણે મને એક વિચાર આવ્યો કે ભારતીય ટીમનો જુસ્સો અને જોમ વધે અને ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતે તો અમે ટીમના 15 ખેલાડીઓ અને એક કોચ એમ 16 સભ્યોને 251 વારનો એક એક પ્લોટ અર્પણ કરશું.' -કેયુર ઢોલરિયા, ભાજપ અગ્રણી
'રાજકોટની નજીક આવેલ લોઠડા ઇન્ડસ્ટ્રીઝ ઝોન 50 એકરમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝ ઝોન બનાવી રહ્યા છીએ. ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ ખેલાડીઓને આપવામાં આવનાર એક પ્લોટની કિંમત અંદાજિત રૂ.10 લાખ જેવી થાય છે. આ પ્લોટ અમે ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ બોર્ડનો સંપર્ક કરીને આપવાના છીએ. ત્યારબાદ જો કોઈ ક્રિકેટર તેમના પરિવારના સભ્યોના નામે આ પ્લોટ કરાવવા માગતા હોય તો તે પણ અમે કરી આપીશું. અમારા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 230 પ્લોટ છે. તેમજ અમે તમામ ખેલાડીઓ માટે 16 પ્લોટ અલગ રાખ્યા છે.' - કેયુર ઢોલરિયા, ભાજપ અગ્રણી