રાજકોટ બાલાજી મંદિર વિવાદ: સ્વામીએ કહ્યું મંદિરને બદનામ કરવાનું કાવતરૂ રાજકોટ:રાજકોટના ભુપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બાલાજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મંદિરમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે મામલે કોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેકટરને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. હજુ સુધી આ મામલે તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરાઇ નથી. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં બાલાજી મંદિરના કોઠારી એવા વિવેક સાગર સ્વામી દ્વારા મીડિયાને નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ બાલાજી મંદિર બદનામ કરવાનું કાવતરું છે. જ્યારે સરકાર દ્વારા મૌખિક મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ જ અહીંયા બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Rajkot News: કચ્છડો બારેમાસ? નથી મળતું પાણી કે, ઘાસચારો પશુપાલકો પશુ સાથે રાજકોટ પહોંચ્યા
સરકાર દ્વારા મંજૂરી: બાલાજી મંદિરના મહંત એવા વિવેક સાગર સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે હું સ્પષ્ટતા કરું છું કે, સરકાર દ્વારા અમને આ જગ્યા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવી છે. જેને લઈને શૈક્ષણિક હેતુ માટે જ તમામ પ્લાન મંદિર તરફથી કોર્પોરેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે વિવાદ મામલે સ્વામીએ જણાવ્યું હતું કે, આ માત્ર સંસ્થા બદનામ કરવા માટે આ પ્રકારની કાવતરા કરવામાં આવી રહ્યા છે. તેમજ બાલાજી મંદિર મામલે જે વિવાદ ચાલી રહ્યા છે. તેના જવાબો અમે કોર્પોરેશન અને કલેક્ટર તંત્રમાં રજૂ કર્યા છે. ગેરકાયદેસર બાંધકામ મામલે વિવેક સ્વામીએ જણાવ્યું હતું કે અહીંયા અગાઉ અમારી ઓફિસ અને અન્ય વ્યવસ્થા હતી તે તમામ વ્યવસ્થા તોડીને અમે ખુલ્લા ગ્રાઉન્ડ કર્યું છે. આ સાથે જ અહીંયા ગરીબ વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે સંસ્કૃત વિદ્યાલય બનાવવામાં આવનાર છે.
આ પણ વાંચો Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ
3 કરોડનો ખર્ચ થયો: સ્વામી વિવેક સાગર સ્વામી એ વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા શાળા નું જૂનું બિલ્ડીંગ હતું ત્યાં અમે અંદાજે રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ કરીને તેને આખો રિનોવેટ કર્યું છે. જ્યારે બાલાજી મંદિર પાસે અગાઉ જગ્યા તો હતી જ, ત્યારે અહીંયા દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે આવતા હોય છે. જેના કારણે અમે સરકારને અહીંયા થોડી વધારે જગ્યા આપવા માટે રજૂઆત કરી હતી. જેની અમને જે તે અધિકારી દ્વારા મૌખિક માન્યતા પણ આપવામાં આવી હતી. બાલાજી મંદિર ના વિવાદ બાદ પ્રથમ વખત આ મંદિરના કોઠારી એવા વિવેક સાગર સ્વામી દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમને આગામી દિવસોમાં જો ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને દૂર કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.