ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: ખાનગી કંપની સાથે કરોડોની છેતરપિંડી કરે તે પહેલા ઝડપાયો મિસ્ટર નટવરલાલ

રાજકોટમાં ખાનગી કંપની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવાનો પ્લાન એક શખ્સે બનાવ્યો હતો. જોકે, પોલીસે તેની પહેલાં જ તેની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ જે ટ્રીક અપનાવી હતી. તેની પર બેન્કના કર્મચારીઓને શંકા જતાં આખો મામલો સામે આવ્યો હતો.

Rajkot Crime: ખાનગી કંપની સાથે કરોડોની છેતરપિંડી કરે તે પહેલા ઝડપાયો મિસ્ટર નટવરલાલ
Rajkot Crime: ખાનગી કંપની સાથે કરોડોની છેતરપિંડી કરે તે પહેલા ઝડપાયો મિસ્ટર નટવરલાલ

By

Published : Feb 10, 2023, 8:15 PM IST

આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સામેલ

રાજકોટઃવર્તમાન સમયમાં કોઈ પણ કામ ઓનલાઈન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. જોકે, કેટલાક આરોપીઓ ઓનલાઈન અને ટેકનોલોજીનો દૂરુપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરવાનું પણ ચૂકતા નથી. આવી જ એક ઓનલાઈન છેતરપિંડી થવાની હતી રાજકોટમાં. જોકે, આ પહેલાં જ પોલીસે આરોપીને જેલભેગો કરી દીધો હતો.

આ પણ વાંચોAhmedabad Crime News : એરલાઇન્સમાં વર્ક ઓર્ડરના નામે છેતરપિંડી, એક આરોપી ઝડપાયો

છેતરપિંડી પહેલા પોલીસે કરી ધરપકડઃ અહીંની નામાંકિત ખાનગી કંપનીના બેન્ક એન્કાઉન્ટમાં આરોપીએ મોબાઈલ નંબર બદલવા માટે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ઓનલાઈન છેતરપિંડી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, આ પહેલા જ ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ખાનગી કંપનીનું બેન્ક એકાઉન્ટ ઢેબર રોડ પર આવેલી એક બેન્કમાં છે, જેમાં આ કૌભાંડ આચરવા માટે ઈસમોએ પ્રયત્ન કર્યો હતો.

બોગસ ડોક્યુમેન્ટ ઊભા કર્યાઃભક્તિનગર પોલીસે દિલ્હીના રહેવાસી એવા આરોપી અરૂણ કુમાર સભરવાલની ધરપકડ કરી હતી. આ આરોપીએ ખાનગી કંપની અને તેના ડાયરેકટરોની માહિતી મેળવી હતી. ત્યારબાદ કંપનીના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી બન્કમાં તે આપી આ કંપનીના બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવાનો પ્રયાસ કરવા અરજી કરી હતી. આ અંગે બેન્કના કર્મચારીઓને શંકા જતા તેમણે ખાનગી કંપનીના ડાયરેક્ટર્સનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે, કંપની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવા આ પ્રકારનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સામેલઃભક્તિનગર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દિલ્હીનો રહેવાસી આરોપી અરૂણકુમાર અગાઉ પણ આ પ્રકારે વિવિધ કંપીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેને સફળતા મળી નહતી. ભક્તિનગર પોલીસે આ મામલે મુખ્ય આરોપી એવા અરુણકુમાર અને તેણે જે શખ્સને બેન્કમાં મોકલ્યો હતો. તે સમીર ચાનીયાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી અરૂણ કુમાર વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકમાં આ પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે.

પોલીસનું નિવેદનઃઆ મામલે એસીપી વી. એમ. રબારીએ જણાવ્યું હતું કે, મુક્ય આરોપી અરૂણ કુમાર દિલ્હીનો રહેવાસી છે અને અલગ અલગ સાઈબર ફ્રોડમાં જોડાયેલા લોકો સાથે સંપર્કમાં છે. જ્યારે અગાઉ પણ આ શખ્સ 11 મહિના મુંબઈની જેલમાં હતો. ત્યારે જેલમાંથી છૂટીને અલગ અલગ ડેટા પ્રોવાઈડર પાસેથી તેને ડેટા મેળવ્યા હતા. તેમાં જેતે કંપની તેના માલિકો અને તેના બેન્ક એકાઉન્ટ સહિતમાં કોના કોના ડોક્યુમેન્ટ છે. તેના આધારે બેન્કમાં જઈને આ કંપનીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરી પોતાનો મોબાઈલ નંબર નાખી દેતો. આના કારણે બેંકના તમામ ટ્રાન્જેક્શન પોતાની મેળે કરી શકે. આવા પ્રયત્ન માટે આરોપી રાજકોટ આવ્યો હતો અને ઝડપાઇ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details