ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોગ બાઈટનું હબ બન્યું 'રાજકોટ' - ડોગ બાઈટનું હબ

હાલ રાજકોટ શહેરમાં વિવિધ પ્રકારનો રોગચાળો ફેલાયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વિવિધ વિસ્તારમાં જઇ ફોગિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. અને સતત વધતા કેસો પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે.

ડોગ બાઈટનું હબ બન્યું 'રાજકોટ'
ડોગ બાઈટનું હબ બન્યું 'રાજકોટ'

By

Published : Nov 23, 2021, 5:51 PM IST

  • દિવાળીના તહેવાર બાદ વિવિધ રોગચાળામાં વધારો
  • રોગચાળાને નિયંત્રણમાં લાવવા આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે
  • રાજકોટમાં કોરોના પેન્ડામિકની સાથે અન્ય બીજા રોગચાળામાં પણ વધારો

રાજકોટઃ દિવાળીના તહેવાર (Festival Of Diwali) બાદ રાજકોટ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે સામાન્ય શરદી, તાવ, ઉધરસના કેસોમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ફાટી નીકળેલ રોગચાળા સામે રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) આરોગ્ય તંત્ર દ્વારા સત્તત વિવિધ વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જરૂર જણાય ત્યાં ટેસ્ટિંગ અને બધાના ઘરોના પાણીના ટાંકામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે. આ સાથે રાજકોટમાં કોરોના, સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું ગયું છે અને તેની ટીમ વિવિધ વિસ્તારમાં જઇ વધતા કેસો પર નિયંત્રણ લાવવાના પ્રયત્ન હાથ ધરાયા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે.

રાજકોટમાં કોરોના પેન્ડામિકની સાથે નવો રોગચાળો વકર્યો

રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતાં વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં શ્વાન કરડવાના 289 કેસ નોંધાયા છે. માત્ર એક અઠવાડિયા 289 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાતા લોકોમાં ભયનું માહોલ તેમજ મનપા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સાથો સોથ રાજકોટમાં એક અઠવાડિયામાં ડેંગ્યુના 24, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. આમ ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ડેન્ગ્યુના 386, ચિકનગુનિયાના 29 અને મલેરિયાના 53 કેસ મનપા ચોપડે નોંધાયા ચૂક્યા છે. હાલમાં મચ્છરજન્ય રોગચાળો પણ વધ્યો છે, જેને લઈને શહેરીજનોમાં પણ હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો:કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોને સરકાર આપશે ઈનામ!

સામાન્ય શરદી ઉધરસના 695 કેસ નોંધાયા

હાલ રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો સામાન્ય શરદી, ઉધરસના 695 કેસ નોંધાયા છે જ્યારે તાવના 442 કેસ, ઝાડા ઉલ્ટીના 39 કેસ સામે આવ્યાં છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડની સંખ્યા વધી છે તે સાથે સિવિલ હોસ્પિટલમાં હાલ પગ મુકવાની પણ જગ્યા, દિવાળી બાદ કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે સાથે સાથે મચ્છર જન્ય કેસમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો:દેશની 'સર્વોચ્ચ ન્યાયાલય' દ્વારા લોકોના સંરક્ષણ માટે લેવાયા પગલા

4854 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વધતા વિવિધ કામગીરી હાથ ધરી છે. જેમાં 46,788 ઘરોમાં મચ્છરોના પોરાનાશ કરવાની કામગીરી કરાઈ છે. આ સાથે જ 4854 ઘરોમાં ફોગિંગની કામગીરી ચાલું છે. અંદાજીત 805 આસામીઓને નોટિસ. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત ક્રિયાશીલ છે.

ABOUT THE AUTHOR

...view details