રાજકોટમાં નજીવી બાબતે પોલીસમેન પર હુમલો, પોલીસે 4ની ધરપકડ કરી - Four arrested in Rajkot
રાજકોટ: શહેરના બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. સામાન્ય બાબતે ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા હોવાની માહિતીએ તેમને ટોકયા હતા. તે બાબતે પોલીસમેન પર હુમલો કર્યો હતો.
B ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. પોલીસ કર્મી પોતાની ફરજ પર જતાં હતાં. જે દરમિયાન શહેરના સંતકબીર રોડ, 4 જેટલા ઈસમો ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા હોવાની માહિતીએ તેમને ટોકયા હતા. જેને લઈને આ ઈસમો દ્વારા પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અમીર સિકંદરભાઈ જુણેજા, જય ધીણોજા, સાહિલ ખાન અને અખ્તર કચરા નામના ચાર્યે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.