ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં તસ્કરો દ્વારા ATM ઉપાડી જવાનો પ્રયાસ - Gujaratinews

રાજકોટઃ રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ અટીકા વિસ્તારમાં મોડીરાત્રે અજાણ્યા ઇસમો દ્વારા ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે એટીએમ નહી તૂટતા ઈસમોએ આખે આખું ATM ઉપાડી જવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ ATMના સિક્યુરિટી મેનને થતા તેને બેંકના અધિકારીઓને આ મામલે જણાવ્યું હતું.

hhhh

By

Published : May 8, 2019, 4:16 AM IST

રાજકોટમાં દિવસેને દિવસે ગુન્હાખોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટના સામે એવું છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલ એક બેંક ATM ઉપાડી જવાનો અજાણ્યા ઈસમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રે અજાણ્યાં બુકાનીધારી ઈસમોએ અટીકા વિસ્તારમાં આવેલ બેંકના ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ATM નહીં તૂટતા આ ઈસમોએ આખે આખું બેંક ATM ઉપાડ્યું હતું પરંતુ વહેલી સવાર થઈ જતા ઈસમો મશીન પડતું મૂકીને નાસી છૂટ્યા હતાં.

રાજકોટમાં તસ્કરો દ્વારા ATM ઉપાડી જવાનો પ્રયાસ

ઘટના બાદ વહેલી સવારે રોજની જેમ ATMનો સિક્યુરિટી મેન આવતા તેણે બેંકના અધિકારીઓને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘોરણે ઘટના સ્થળે આવી પહોચીને સમગ્ર તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details