રાજકોટજિલ્લાની આઠ વિધાનસભા બેઠકો(Gujarat Assembly Election 2022) માટે આવતીકાલેમતગણતરી યોજનાર છે. એવામાં વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ શહેરની ચારે બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની ગોંડલ, જેતપુર વિધાનસભા બેઠક(Jetpur assembly seat) પર ભાજપની જીત થઈ હતી. જ્યારે જસદણ અને ધોરાજીમાં કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારબાદ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાઈ જતા અહીંયા પેટા ચૂંટણી યોજાઈ હતી. અને તેમાં પણ બાવળિયાનીજીત થઈ હતી. એટલે કે રાજકોટ જિલ્લાની કુલ આઠ બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.
કાંટાની ટક્કર રાજકોટ જિલ્લાની(Rajkot assembly seat) કુલ આઠ બેઠકોમાંથી 4 બેઠક પર કાંટાની ટક્કર આ વખતની ચૂંટણીમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને રાજકોટ પૂર્વ તેમજ રાજકોટ ગ્રામ્ય જ્યારે જિલ્લાની ગોંડલ અને ધોરાજીની બેઠક પર આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે. રાજકોટ પૂર્વ બેઠક(Rajkot assembly seat) પર આ વખતે કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર વર્ષ 2017 ની ચૂંટણીમાં ખૂબ જ પાતળી સરસાઇથી ભાજપના લાખાભાઈ સાગઠીયાની જીત થઈ હતી. એવામાં આ વખતે રાજકોટ ગ્રામ્ય બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.
ભાજપમાંથી જીત્યાગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ગીતાબા જાડેજા ભાજપમાંથી જીત્યા હતા. જ્યારે આ વખતની ચૂંટણીમાં છેલ્લે પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા અનિરુદ્ધ સિંહ જાડેજાએ કોંગ્રેસને ટેકો આ વિસ્તારમાં જાહેર કરતા આ ચૂંટણી રસપ્રદ બની છે. ધોરાજી બેઠકમાં વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના લલિત વસોયા જીત્યા હતા પરંતુ આ વખતે ભાજપે અહીંથી શિક્ષિત ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને ટિકિટ આપી છે. એવામાં આ બેઠક પર પણ રસાકસી જોવા મળશે.
સભા યોજાઈવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન(Gujarat Assembly Election 2022)- ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદીની રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર એવા ધોરાજીમાં સભા યોજાઈ હતી. એવામાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ રાજકોટના ત્રિકોણબાગ ખાતે વિશાળ જનસભા યોજી હતી. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ધોરાજીમાં ચૂંટણી સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં ધોરાજી બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. એવામાં આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલે ધોરાજી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધી છે.
ઓછું મતદાનવર્ષ 2017ની ચૂંટણીમાં રાજકોટમાં 66.78 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં રાજકોટમાં 60.63 ટકા જ મતદાન થયું છે. વર્ષ 2017માં રાજકોટ પશ્ચિમમાં 67.68, રાજકોટ પૂર્વમાં 66.98, રાજકોટ દક્ષિણમાં 64.28 અને રાજકોટ ગ્રામ્યમાં 64.21, જસદણમાં 73.44, ગોંડલમાં 65.06, જેતપુરમાં 70.69, ધોરાજીમાં 62.46 ટકા મતદાન થયું હતું. વર્ષ 2022માં રાજકોટ પશ્ચિમ બેઠક પર 57.21, પૂર્વમાં 62.20, દક્ષિણમાં 58.99, ગ્રામ્યમાં 61.75, જસદણમાં 62.48, ગોંડલમાં 62.81, જેતપુરમાં 63.48, ધોરાજીમાં 57.20 ટકા મતદાન નોંધાયું છે.