ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી માહોલઃ વિધાનસભાની 8 બેઠક માટે 81 ફોર્મનું વિતરણ થયું - Election Notification Gujarat

ગુજરાત વિધાનસભાની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. તારીખ 1 નવેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 નવેમ્બરે બીજી તબક્કાનું મતદાન થશે. ચૂંટણી માટેનું જાહેરનામું ગઈ કાલથી પ્રસિદ્ધ થઈ ગયું છે. રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકો માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દિવસે કુલ મળીને 81 ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Etv Bharatચૂંટણી માહોલઃ વિધાનસભાની 8 બેઠક માટે 81 ફોર્મનું વિતરણ થયું
Etv Bharatચૂંટણી માહોલઃ વિધાનસભાની 8 બેઠક માટે 81 ફોર્મનું વિતરણ થયું

By

Published : Nov 6, 2022, 10:07 AM IST

Updated : Nov 6, 2022, 10:46 AM IST

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. કુલ 182 વિધાનસભા બેઠકો પર મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીમાં જીત હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટી એલર્ટ મોડમાં (Gujarat political parties) જોવા મળી રહી છે. રાજ્યમાં ચૂંટણી માટેનું જાહેરનામું (Election Notification Gujarat) પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તે સાથે જ વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી માહોલઃ વિધાનસભાની 8 બેઠક માટે 81 ફોર્મનું વિતરણ થયું

રાજકોટનો ચિત્તારઃ રાજકોટમાં કુલ વિધાનસભાની બેઠક 8 છે. કુલ 23 લાખ 5 હજાર 601 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 11 લાખ 96 હજાર 11 અને 11 લાખ 9 હજાર 556 સ્ત્રી મતદારો છે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં પહેલા જ દિવસે કુલ 81 ફોર્મ વહેંચાયા હતા. રાજકોટ જિલ્લા ક્લેકટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી છે. જિલ્લાનું ચૂંટણી તંત્ર ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સતત ખડેપગે છે.

રાજકીય સમીકરણો: રાજકોટની 8 વિધાનસભા બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 7 બેઠકો છે. માત્ર એક ધોરાજી બેઠક કોંગ્રેસ પાસે છે. જો કે જસદણ બેઠક પહેલા કોંગ્રેસ પાસે હતી. જસદણના ધારાસભ્ય કુંવજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ભાજપ પાસે છે. અત્યારે સૌની નજર જો કોઈ બેઠક પર હોય તો તે છે રાજકોટ પશ્ચિમ બેઠક. રાજકોટમાં વિજય રૂપાણીના ચાહકોનો વિશાળ વર્ગ છે. ભાજપે વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે. ત્યારે હવે આ બેઠક પર ભાજપ કોને ટિકીટ આપે છે તે જોવું રહ્યું.

આવું પણ હતુંઃ ખાસ કરીને જ્યારે આ અંગેનો નિર્ણય લેવાયો ત્યારે એવું મનાતું હતું કે, પાર્ટીમાં પદને લઈને વાત થઈ રહી છે. પણ પંજાબના પ્રભારી તરીકે એમને નિયુક્ત કરતા સ્પષ્ટતા થઈ ગઈ હતી. આ જ બેઠક પરથી વિજેતા બનીને રૂપાણી મુખ્યપ્રધાન સુધી પહોંચ્યા હતા. બીજી હકીકત એ પણ છે કે, જ્યારે હાલના વડાપ્રધાન મોદી ગુજરતામાં મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે તેઓ પહેલી ચૂંટણી રાજકોટમાંથી જ જીત્યા હતા. એ પછી એમનો મુખ્યપ્રધાન તરીકેનો રસ્તો સાફ થયો હતો.

Last Updated : Nov 6, 2022, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details