રાજકોટ જિલ્લામાં કિસાન સંઘના ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના સભ્યો પાક વિમો, ચેકડેમ રીપેર અને ભાવાંતર યોજના લાગુ કરવાની માગ સાથે છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો આજે ચોથો દિવસ, સરકારની સદબુદ્ધિ માટે કરાયો હવન - Rajkot News
રાજકોટઃ ખેડૂતો અને વેપારીઓના આમરણાંત ઉપવાસનો આજે ચોથો દિવસ છે, ત્યારે NCP નેતા રેશમા પટેલે ઉપવાસી છાવણીની મુલાકાત કરી હતી. આજના દિવસે ખેડૂતો દ્વારા યાર્ડ ખાતે હવન યોજીને સરકારને સદબુદ્ધિ આપે તે અંગેની પ્રાર્થના કરવામાં આવી હતી. શનિવારે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની ખેતીવાડી વિભાગના અધિકારીઓ મુલાકાત કરી 15 દિવસની અંદર પાક વિમાં અંગે કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.
રાજકોટ ખેડૂતોના ઉપવાસનો આજે ચોથો દિવસ, સરકારને સદબુદ્ધિ માટે કરાયો હવન
ખેડૂતોને રોજબરોજના અલગ-અલગ પક્ષના રાજકીય નેતાઓ મળીને તેમના આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે. જેને લઈને NCPનેતા રેશમા પટેલે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમને સમર્થન જાહેર કર્યું હતું. રવિવારે ખેડૂતો દ્વારા સરકારને સદબુદ્ધિ માટે ઉપવાસી છાવણી ખાતે હવનનું અયોજન કરવામાં આવ્યું હતું.