રાજકોટ નજીક સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. અગાઉ રાજકોટના સૂર્યરામપર ગામમાં પણ સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારે ફરી ખોખળદળ અને પડવલા ગામ નજીક સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે.
રાજકોટમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, હજારો લીટર પાણીનો વ્યય - gujarati news
રાજકોટઃ જિલ્લા ખોખળદળ અને પડવલા ગામ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઈને હજારો લીટર પાણીનો વ્યય થયો છે. મંગળવારની વહેલી સવારે અંદાજીત 5 વગાયાની આસપાસનો આ બનાવ છે. ચર્ચાઈ રહ્યું છે કે, અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે.
રાજકોટ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ફરી ભંગાણ સર્જાતા, હજારો લીટર પાણીનો વ્યય
જ્યારે સમગ્ર મામલે તંત્રની જાણ થતાં તંત્ર દ્વારા પણ હાલ પાઇપલાઇનને રિપેરિંગ કરવાનું પ્રાથમિક કામ શરૂ કરી દેવાયું છે. ચર્ચાઈ રહ્યું છે, કે વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. આ ભંગાણમાં રાજકોટ શહેરને એક દિવસનું પાણી પૂરું પડી શકાય તેટલું પાણી અહીં વહી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અહીંથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી ગોંડલ થઈને ભાદર ડેમમાં પહોંચાડવામાં આવતું હતું.