ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં એઈમ્સના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂરી, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત - રાજકોટ એઈમ્સ

રાજકોટની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામ નજીક 200 એકરમાં નિર્માણ પામનાર એઇમ્સનું આગામી સમયમાં નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારા દ્વારા એઈમ્સ માટેની તમામ મંજૂરીઓ આપવામાં આવી છે.

xzxz
xz

By

Published : Dec 15, 2020, 6:34 AM IST

  • રાજકોટમાં AIIMS ના નિર્માણ માટે રાજ્ય સરકારા દ્વારા પણ મંજૂરી
  • વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપી જાણકારી

    રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામ નજીક 200 એકરમાં નિર્માણ પામનાર એઇમ્સનું આગામી સમયમાં વડાપ્રધાન મોદીના હસ્તે ખાતમુહૂર્ત થઈ શકે છે, તેવી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ઇ ખાતમુહૂર્ત કરે તેવી પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. હાલ રાજકોટ ખાતે નિર્માણ થઈ રહેલી એઈમ્સ માટેની તમામ મંજૂરીઓ પણ રાજ્ય સરકાર દ્વારા આપી હોવાનું પણ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    ચાલુ વર્ષે AIIMS ખાતે મેડિકલ કોલેજ શરૂ કરાશે

    રાજકોટ AIIMS જલદી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ચાલુ વર્ષ પ્રાથમિક ધોરણે 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલ રાજકોટની PDU મેડિકલ કોલેજ ખાતે બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, એટલે કે ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા પાસ કરી હોય, તેમને પણ રાજકોટ AIIMSમાં પ્રવેશ આપવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

    રાજકોટ AIIMSનું સંચાલન જોધપુર AIIMS કરશે

    રાજકોટમાં AIIMSમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને અધ્યાપકોની ભરતી બાદ, તેનું સંચાલન પ્રાથમિક ધોરણે જોધપુર AIIMS દ્વારા કરવામાં આવશે. જોધપુર AIIMSના તબીબો અને ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ રાજકોટ AIIMSની કાર્ય પદ્ધતિનું સંચાલન કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા પણ આગળની પ્રક્રિયા ધરવામાં આવશે.

    200 એકર જમીન પર રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર થશે AIIMS

    પરાપીપળીયા ગામ નજીક અંદાજીત 200 એકર જમીન પર AIIMSનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જે 750 બેડની ક્ષમતા ધરાવતું હશે. તેમજ અલગ અલગ સુપર સ્પેશિયાલિટી વિભાગો અને આધુનિક ઓપરેશન થિએટર્સ હશે. અંદાજીત રૂપિયા 1200 કરોડના ખર્ચે રાજકોટ AIIMSનું નિર્માણ આગામી દિવસોમાં થશે છે. જેનો સીધો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને થશે.

ABOUT THE AUTHOR

...view details