ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : સ્પામાં દારૂની મહેફિલ બાદ અંદરો અંદર થઈ માથાકૂટ - A gift of alcohol

રાજકોટમાં સ્પામાં દારૂ પીધા બાદ અંદરો અંદર બબાબ થતા બોટલ દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થયા પોલીસે તપાસ હાથ ધરી છે.

raj
રાજકોટ : સ્પામાં દારુની મહેફિલ બાદ અંદરો અંદર થઈ માથાકૂટ

By

Published : May 22, 2021, 12:46 PM IST

  • રાજકોટમાં દારૂ પીધા બાદ અંદરો અંદર થઈ બબાલ
  • 3 યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ - યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ 2માં આવેલા ન્યુ ડે સ્પામાં કામ કરતા સંચાલક અને સ્ટાફ વચ્ચે માથાકૂટ થતા સ્પામાં કામ કરતી 3 યુવતીઓને દારૂ પીવડાવ્યા અંગે માથાકૂટ થતા સ્પા સંચાલક ઇમરાન સહિત અજાણ્યા શખ્સોએ કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.એક યુવતી સહિત 2 શખ્સોને ઇજા પહોંચતા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા દારૂના નશામાં સ્પામાં કામ કરતી યુવતીએ સિવિલમાં પણ હંગામો કર્યો હતો.દારૂના નશામાં રહેલી ત્રણેય યુવતીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરશે.

આ પણ વાંચ : રાજકોટ લોકડાઉનમાં ડુપ્લીકેટ દારૂ બનાવી બ્રાન્ડેડ બોટલો વેચતા ઝડપાયા બંટી-બબલી


કાચની બોટલ દ્વારાહુમલો

રાજકોટ શહેરના ન્યુ ડે સ્પામાં કામ કરતા કેટલાઇ યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ મહેફિલ દરમિયાન કોઇ બાબતે એકબીજા સાથે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એકબીજા પર કાચની બોટલ વડે સામસામે હુમલો કર્યો હતો. આ ઘટનાની ગાંધીગ્રામ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details