રાજકોટ: જામકંડોરણાના ચરેલ ગામમાં ખેતરે જતી મહિલની હત્યા એક યુવકે કરી હતી. મહિલાની હત્યા કર્યા બાદ આરોપીએ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ ગંભીર હાલતમાં તેને ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટ: જામકંડોરણામાં મહિલાની હત્યા બાદ આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ - આપઘાતનો પ્રયાસ
પ્રેમ પ્રકરણમાં જામકંડોરણાના ચરેલ ગામમાં ખેતરે જતી મહિલાની એક યુવકે હત્યા કરી હતી. આ હત્યા કર્યા બાદ આરોપીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે કારણે આરોપીને સારવાર અર્થે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ચરેલ ગામ
મૃતક મહિલા ચંદ્રીકાબેન ભુખાભાઈ બોરીયા નામની પરણિત મહિલાની હત્યા તેના જ ગામમાં રહેતા ક્ષત્રિય યુવકે કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા થઈ હોવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.