રાજકોટ: શહેરના મોરબી રોડ ઉપર આવેલ સતનામ પાર્ક સોસાયટીમાં હેવી ટ્રક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. આ અકસ્માતમાં સોસાયટીમાં રહેલા પાંચ જેટલા વીજ પોલ ધારાશાયી થયા હતા. જેના કારણે આખા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અકસ્માતને પગલે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે એક સાથે 5 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે. જેને લઇને પીજીવીસીએલની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
Rajkot Accident News: સતનામનગર સોસાયટીમાં હેવી ટ્રક ઘુસી ગઈ અને પાંચ વીજપોલ ધરાશાયી કર્યા - 5 વીજપોલ ધરાશાયી
રાજકોટની સતનામનગર સોસાયટીમાં એક હેવી ટ્રક ઘુસી ગયો હતો. આ ટ્રકે સોસાયટીના 5 ઈલેક્ટ્રિક પોલ્સને જમીનદોસ્ત કરી દીધા હતા. ઈલે. પોલ્સને નુકસાન થતા સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Aug 24, 2023, 8:32 PM IST
હું મોરબી રોડ ઉપર આવેલા જગતનાકા નજીક સતનામ પાર્ક 1માં રહું છું. આ ઘટનાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે સોસાયટીમાં આટલા મોટો ટ્રક કેવી રીતના અંદર આવી પહોંચ્યો. જ્યારે આ ટ્રક અકસ્માતના કારણે જો કોઈ મોટી જાનહાની સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત. આ ટ્રક અકસ્માતમાં 5 જેટલા વિજ પોલ અમારા વિસ્તારમાં ધારાસાઈ થયા છે. જેના કારણે આખા વિસ્તારમાં લાઈટ ગુલ થઈ છે. એવામાં તંત્ર દ્વારા એવું કહેવામાં આવી ગયું છે કે આગામી પાંચ દિવસ સુધી અહીંયા લાઈટ આવશે નહીં ત્યારે અમારી માંગણી છે કે અમારા વિસ્તારમાં તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત થાય...સીમાબેન પંડ્યા (રહેવાસી, સતનામનગર, રાજકોટ)
એક પછી એક પાંચ વીજપોલ ધરાશાયીઃ મોરબી રોડ પર સતનામ પાર્કમાં બપોરના સમયે આ અકસ્માત થયો હતો. જ્યારે ટ્રક અચાનક સોસાયટીના સાંકડા રસ્તામાં આવી ગયો હતો. ત્યારબાદ વીજ પોલ સાથે અથડાયો હતો. જેના કારણે એક બાદ એક 5 જેટલા વીજપોલ ધારાશાયી થયા હતા. જ્યારે આ ઘટના દરમિયાન કોઈ મોટી જાનહાનિ થઈ નહતી. વીજપોલ ધરાશાયી થવાના કારણે આખા વિસ્તારમાં લાઈટ જતી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટ્રક અકસ્માત ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો.