ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 1 હજારની લાંચ લેતા પકડાયો - rajkot police

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્ટેબલને પેસેન્જર વાન ચાલક પાસેથી રૂપિયા એક હજારની લાંચ લેતા ACBએ પકડ્યો છે.

etv bharat
રાજકોટ : એસીબીએ ટ્રાફિક કોન્સ્ટેબલને રૂપિયા 1 હજારની લાંચ પકડ્યો

By

Published : Jul 14, 2020, 10:53 PM IST

રાજકોટઃ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પેસેન્જર વાન ચાલક પાસેથી રૂ.1 હજારની લાંચ લેતા ACBની ઝપેટમાં આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મયુરસિંહ નિર્મલસિંહ જાડેજા જામનગર-રાજકોટ હાઇવે પર પેસેન્જર ગાડી ચલાવતા ડ્રાઇવર પાસેથી આ રૂટ પર ગાડી ચલાવવા માટે દર મહિને રૂ. 1 હજારની લાંચની માંગણી કરી હતી.

જેથી ગાડી ચાલક આ લાંચની રકમ માગવા અંગે ટ્રાફિક કોન્સટેબલ વિરૂધ્ધ ACBમાં ફરિયાદ કરી હતી. જેથી આ અંગે ACB દ્વારા રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ટ્રાફીક કોન્સ્ટેબલ દ્વારા લાંચના રૂ. 1 હજાર રૂપિયા પોતાના સાગરીત ઇન્દ્રજીતસિંહ ઉર્ફ મુન્નાભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજાને આપવાનું કહેતા ડ્રાઇવર દ્વારા તેને લાંચના રૂપિયા આપવામાં આવ્યા હતા.ACB દ્વારા ગોઠવવામાં આવેલી આ સફળ ટ્રેપ પકડાયો હતો. આ અંગે ગુનો નોંધી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details