ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા - including his wife in a truck in an extra marital

રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમી અને પુત્ર સહિતના લોકો ઉપર ટ્રક ચલાવીને તેમની હત્યા કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા
રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 11:22 AM IST

રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા

રાજકોટ:રાજકોટના આજીડેમ ચોકડી નજીક આજે સાંજના સમયે ટ્રક અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે લગ્નેતર સંબંધોના કારણે પત્નીથી કંટાળીને પતિએ પ્રેમી સાથે જઈ રહેલી પત્ની અને પુત્ર ઉપર ટ્રક ચડાવ્યો હતો. તેમની હત્યા નિપજાવી હતી. જ્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા

પત્ની પુત્રને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ: સમગ્ર ઘટના મામલે રાજકોટ આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં એસીપી બીવી જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પ્રવીણ દાફડા નામના ઈસમે 181 માં ફોન કર્યો હતો. તેમજ પોલીસને માહિતી આપી હતી કે તેમની પત્ની પારુલ દાફડા નવનીત વરુ નામના શખ્સ સાથે ભાગી ગઈ છે. જેના આધારે ભક્તિનગર પોલીસ દ્વારા પારુલ દાફડાને બોલાવવામાં આવી હતી. ત્યારે તેને પોલીસની નિવેદન આપ્યું હતું કે તે પોતાની મરજીથી નવનીત સાથે ગઈ છે અને તેને નવનીત સાથે પ્રેમ સંબંધ છે. તે તેની સાથે જ રહેવા માંગે છે એટલા માટે તે ગઈ હતી. ત્યારબાદ પારુલ અને તેનો પતિ તમામ લોકો પોલીસ મથકેથી જતા રહ્યા હતા અને આ મામલો ત્યાં જો પૂર્ણ થઈ ગયો હતો.

ટ્રક ચડાવીને કરી હત્યા:એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવીણ દાફડા નામનો શખ્સ ટ્રક ચલાવતો હોય ત્યારે તેને હુડકો ચોકડી થી આજીડેમ ચોકડી ખાતે પોતાની પત્ની પારુલ અને તેનો પ્રેમી જઈ રહ્યા હતા, તેમના ઉપર વોચ રાખી હતી અને જેવા જ તેઓ ત્રણ સવારીમાં એકટીવા ઉપરથી નીકળ્યા અને તેમની ઉપર ટ્રક ચલાવી દીધો હતો. આ ઘટનામાં ત્રણેય લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં લગ્નેતર સંબધોમાં પતિએ પત્ની સહિત ત્રણ લોકોની ટ્રક ચડાવીને કરી હત્યા

અકસ્માતમાં મોત થયું:પોલીસે હાલ આરોપી પતિને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે પ્રથમવાર આ પ્રકારની અકસ્માતની ઘટના બની એટલે તમામ લોકોને એવું લાગ્યું હતું કે ટ્રક ચાલકની બેદરકારીને કારણે 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકોનું અકસ્માતમાં મોત થયું છે. પરંતુ આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમી અને પુત્ર સહિતના લોકો ઉપર ટ્રક ચલાવીને તેમની હત્યા કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

  1. Rajkot Crime News: વીરપુરમાં કૌટુંબિક મતભેદમાં યુવકનું અપહરણ કર્યુ અને મૂઢમાર મારી પતાવી દીધો
  2. Rajkot Crime News: સામુ જોવા જેવી બાબતે બે ભાઈઓ પર કરાયો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details