જુગારમાં દરોડા પાડી 8 લાખનો વહીવટ કરનાર 5 પોલીસકર્મીની ધરપકડ
રાજકોટઃ જિલ્લાના વીંછીયા નજીક આવેલા કંધેવાળીયા ગામે 10 સપ્ટેમ્બરના રોજ વીંછીયા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જે દરમિયાન પોલીસે 48,340 રૂપિયા રોકડ રકમ દર્શાવી હતી. જ્યારે દરોડા દરમિયાન ઝડપાયેલા અન્ય રોકડ રકમનો બારોબાર પોલીસ કર્મીઓએ વહીવટી કરી નાખ્યો હતો. જે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા SP બલરામ મીણાને થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કૌંભાંડનો પર્દાફાશ થયો હતો.
વીંછીયા પોલીસે દરોડા પાડી જુગાર રમતા ઈસમોને ઝડપી પડ્યા હતા. જ્યારે રેડ દરમિયાન 9 શખ્સોમાંથી રસિકભાઈ અંબારામભાઈ મેરજા દ્વારા પણ આ મામલે ફરિયાદ નોંધવી હતી. જે મામલે તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું ક, વીંછીયા પોલીસ સ્ટેશનના 5 કર્મીઓએ રેડ દરમિયાન રોકડ રૂપિયા 8.48 લાખ રૂપિયાનો વહીવટી કરી નાખ્યો હતો. આ મામલે વલ્લભ જાપડિયા, લક્ષ્મણભાઈ ગોહેલ, શ્રીધર ઘૂઘભાઈ, ગોપાલભાઈ શેખ, જીલું હાંડા નામના 5 પોલીસ કર્મીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસને જુગારના દરોડા દરમિયાન કુલ 8.97 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. જેમાંથી પોલીસે 8.48 લાખનો વહીવટી કરી નાંખ્યો હતો. જ્યારે કેસ દરમિયાન માત્ર 48,340 રોકડ રકમ દર્શાવામાં આવી હતી. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.