ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: અયોધ્યા મહોત્સવનું રાજકોટના 18 વોર્ડમાં લાઈવ સ્ક્રીનિંગ કરાશે - રામવન

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેનું રાજકોટ શહેરના 18 વોર્ડમાં એલઈડી સ્ક્રીન પર લાઈવ સ્ક્રીનિંગ કરાશે. આ ઉપરાંત 22મી જાન્યુઆરીના રોજ રામવનમાં દરેક મુલાકાતી માટે ફ્રી એન્ટ્રીની પણ જાહેરાત કરવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Rajkot Ramvan 18 Wards Led Screen Live Screening

અયોધ્યા મહોત્સવનું રાજકોટના 18 વોર્ડમાં લાઈવ સ્ક્રીનિંગ કરાશે
અયોધ્યા મહોત્સવનું રાજકોટના 18 વોર્ડમાં લાઈવ સ્ક્રીનિંગ કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 5:36 PM IST

રામવનમાં દરેક મુલાકાતી માટે ફ્રી એન્ટ્રી રહેશે

રાજકોટઃ સમગ્ર દેશમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સરકારો અને વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવ સંદર્ભે ખાસ આયોજનો પણ થવાના છે. જેમાં રાજકોટ મનપા દ્વારા શહેરના 18 વોર્ડના મુખ્ય માર્ગો પર વિશાળ એલઈડી સ્ક્રીન પર આ મહોત્સવનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ 22મી જાન્યુઆરીના રોજ રામવનમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.

18 વોર્ડમાં લાઈવ સ્ક્રીનિંગઃ 22 જાન્યુઆરીના રોજ અધ્યોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. આ પ્રસંગે રાજકોટ મનપા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં જાહેર માર્ગો પર શહેરીજનો માટે LED સ્ક્રીન મૂકવામાં આવશે. જે ઉંમરલાયક નાગરિકો જમીન પર બેસી ન શકે અથવા ઊભા ન રહી શકે તેમના માટે ખાસ બેઠક વ્યવસ્થા પણ મનપા દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત રામાયણના પાત્રોથી જીવંત થઈ ઉઠતા રામવનમાં 22મી જાન્યુઆરીના રોજ મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. રાજકોટ વાસીઓ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જીવંત જોઈ શકે તે માટે મનપા તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અયોધ્યા મહોત્સવને લઈને અનેક આયોજનો કરવામાં આવનાર છે.

500 વર્ષ પછી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો છે. આ પ્રસંગના સાક્ષી બનવાનો લાભ રાજકોટ વાસીઓ લઈ શકે તે માટે શહેરના 18 વોર્ડના મુખ્ય માર્ગો પર વિશાળ એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરાશે. રામવનમાં પણ 22મી જાન્યુઆરીના રોજ મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે...નયના પેઢરીયા(મેયર, રાજકોટ)

  1. Ramlala consecration: પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું, કારીગરની અંતિમ ઈચ્છા પુરી કરશે મહામંડલેશ્લર
  2. Ram mandir: સુરતના આ રામભક્તે રામ મંદિરની થીમ પર સજાવી કાર, અયોધ્યા જશે આ કાર લઈને

ABOUT THE AUTHOR

...view details