ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરી અંગે ગેહલોતે આપ્યો વળતો જવાબ - મેધા પાટકર ભારત જોડો યાત્રા

કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે (સોમવારે) રાજકોટ (Rahul Gandhi Rajkot Visit) આવશે. તેમના આગમન પહેલા કૉંગ્રેસના નેતાઓએ તેમના સભાસ્થળની મુલાકાત લીધી હતી. તે દરમિયાન રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.

ભારત જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરી અંગે ગેહલોતે આપ્યો વળતો જવાબ
ભારત જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરી અંગે ગેહલોતે આપ્યો વળતો જવાબ

By

Published : Nov 21, 2022, 11:36 AM IST

રાજકોટરાજ્યમાં ચૂંટણીના પ્રચાર (Gujarat Election 2022) માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત ચૂંટણીના પ્રચાર (Congress campaign for Gujarat elections) માટે આવશે. આ સાથે જ કૉંગ્રેસના ચૂંટણી પ્રચારનો શુભારંભ થશે. કૉંગી નેતા રાહુલ ગાંધી રાજકોટના શાસ્ત્રી મેદાનમાં (Rahul Gandhi Rajkot Visit) જાહેરસભા સંબોધશે. ત્યારે તેમના આગમન પહેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સભાસ્થળની (congress leader rahul gandhi public meeting) મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મોરબી દુર્ઘટના અંગે ગેહલોતના પ્રહાર

મોરબી દુર્ઘટના અંગે ગેહલોતના પ્રહાર અહીં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Rajasthan CM Ashok Gehlot) પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ઝૂલતા પૂલની (Morbi Bridge Collapse) દુર્ઘટનામાં હજી સુધી સરકારે કોઈ ખાસ પગલાં લીધા નથી. જ્યારે ભાજપની ગૌરવ યાત્રા પર નિશાન સાધતા (Ashok Gehlot attack on BJP Aam Aadmi Party) તેમણે જણાવ્યું હતું કે, ભાજપની ગૌરવ યાત્રા (bjp gaurav yatra) નિષ્ફળ રહી છે. ગુજરાત રાજ્યમાં આખી સરકાર બદલવાની જરૂર પડી હતી. હાલમાં પીએમ મોદીને દર અઠવાડિયે ગુજરાતમાં આવવું પડે છે.

મેધા પાટકરને લઈને પણ આપ્યું નિવેદનવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરાજીની જાહેરસભામાં મેધા પાટકર (medha patkar bharat jodo yatra) અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિવેદન આપ્યું હતું. ત્યારે તેમના વળતા જવાબમાં રાજસ્થાનના મુખ્યપ્રધાને (Rajasthan CM Ashok Gehlot) જણાવ્યું હતું કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી (Bharat Jodo Yatra Congress) ભાજપ સરકાર ડરી ગઈ છે. જ્યારે આ યાત્રા માત્ર કૉંગ્રેસની નથી. આ યાત્રામાં મેધા પાટકર તો NGO તરફથી આવ્યા હતા. અમે તેમને રોકી શકીએ નહીં. તેઓ રાહુલ ગાંધીના મોરલ સપોર્ટ માટે આવ્યા હતા. ભાજપ સરકારે મોંઘવારી સહિતના મુદ્દે વાતો કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details