ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2019, 4:55 AM IST

ETV Bharat / state

રાજકોટ મનપાની બેદરકારી આવી સામે, સોલિડ વેસ્ટ વિભાગમાં વિપક્ષી નેતાની જનતા રેડ

રાજકોટ: રાજકોટ મહાનગપાલિકાના ભાવનગર રોડ પર આવેલ સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર રૂમમાં ઓફિસમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. જેમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જ્યારે ઓફીસ બહારથી વિદેશી દારૂની ખાલી બોટલોનો પણ જથ્થો મળી આવ્યો હતો.

exposed

રાજકોટ વધુને વધુ સ્માર્ટ અને સ્વચ્છતા તરફ આગળ વધે તે માટે મહાનગપાલિકા દ્વારા અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેમજ આ પ્રોજેક્ટ થકી ઘણી બધી સામગ્રીઓ પણ વિકસાવવામાં આવી છે. જેને લઈને મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા

રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગમાં વિપક્ષી નેતાની જનતા રેડ, દારૂની ખાલી બોટલો ઝડપાઇ

બુધવારના રોજ શહેરના ભાવનગર રોડ તરફ આવેલ સોલિડ વેસ્ટની ઓફિસના સ્ટોર રૂમમાં જનતા રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન અહીં સ્ટોર રૂમમાંથી નવી નવી કચરા પેટી, મોબાઈલ ટોઇલેટ સહિતની જાહેર માર્ગો પર મુકવામાં આવતી ચીજ વસ્તુઓ ધૂળ ખાતી જોવા મળી હતી. બીજી તરફ ઓફીસની બહાર કમ્પાઉન્ડમાં ચેકીંગ કરતા અહીં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોલતો ખાલી મળી આવી હતી. જેને લઈને મનપા સ્ટાફ પણ ઘેરામાં આવી ગયો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details