ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ, સૌથી વધુ લોધિકામા અને સૌથી ઓછો જસદણમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ શરૂ થયું છે જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બીજી તરફ ધરતીપુત્રોની અંદર પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

rainy-weather-in-rajkot-district-highest-in-lodhikama-and-lowest-in-jasdan
rainy-weather-in-rajkot-district-highest-in-lodhikama-and-lowest-in-jasdan

By

Published : Jun 25, 2023, 8:14 PM IST

રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ

રાજકોટ: શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થતા રોડ રસ્તાઓ પણ વરસાદી પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદ વરસતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું.

વરસાદને લઈને ખુશીનો માહોલ

ક્યાં કેટલો વરસાદ પડ્યો?: આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 25 જૂનના રોજ સાંજે છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 90 mm, રાજકોટ શહેરમાં 154 mm, લોધિકામાં સૌથી વધુ 235 mm, કોટડા સાંગાણીમાં 112 mm, જસદણમાં સૌથી ઓછો 35 mm, ગોંડલમાં 109 mm, જામકંડોરણામાં 165 mm, ઉપલેટામાં 225 mm, ધોરાજીમાં 155 mm, જેતપુરમાં 90 એમએમ તેમજ વિછીયાની અંદર 45 mm વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ

ખેડૂતોમાં ખુશીનો માહોલ: જે રીતે છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાની આગાહી બાદ તડકા અને અસહ્ય અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા હતા ત્યારે હવે હાલ વરસાદ પડતાની સાથે જ બફારા સામે રાહત મળી છે. આ સાથે બીજી તરફ ધરતીપુત્રોની અંદર પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવેતર કરેલા ખેડૂતોને વરસાદ આશારૂપી વરસાદ હોય તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

માલવિયા નગર વિસ્તારમાં પાણી ભરાયા:રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની માહોલ છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટના માલવિયા નગર વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. ગોંડલના સુલતાનપુરા, ભોજનપરા, બિલીયાળામાં વરસાદ વરસ્યો છે. જસદણના આટકોટ, જીવાપર, પાંચવડા,જંગવડમાં વરસાદ વરસ્યો છે.

  1. Banaskantha News: સરહદી વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી
  2. Gujarat Weather Today: રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપાની સંભાવના, વિધિવત રીતે ચોમાસું શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details