ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: ભારે વરસાદની અગાહી, કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આપ્યો આદેશ - ETV Bharat

રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી રાજકોટ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, અને જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

rainfall in rajkot

By

Published : Aug 8, 2019, 4:38 PM IST

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ 10 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા ભારે વરસાદની અગાહીના પગલે કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ કર્મચારીઓની રજાઓ પણ રદ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં 24 કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details