દેશમાં વિધિવત રીતે ચોમાસાના શરુઆત થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેને લઈને મંગળવારે રાજકોટમાં જ વહેલી સવારથી 4 વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ પ્રથમ વખત જ રાજકોટમાં અઢી ઇંચ જેટલો વરસાદ એકીસાથે ખાબક્યો હતો.
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો, મનપાના પ્રિમોન્સૂનની પોલ ખુલી પડી - bhavesh sondarva
રાજકોટઃ મંગળવારે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ આવ્યો અને જે બપોર બાદ વધ્યો હતો. સવારથી પડેલા વરસાદમાં રાજકોટમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરના સેન્ટ્રલ વિસ્તારમાં અઢી ઇંચ, જ્યારે પૂર્વમાં દોઢ ઈંચ અને પશ્ચિમ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા મનપાના પ્રિમોન્સૂનની કામગીરી પોલ ઉઘાળી પડી હતી. જેમાં શહેરના લક્ષ્મીનગરના નાળામાં પાણી ભરાઈ ગયું હતું. જ્યારે વોર્ડ નંબર 13માં આવેલ ગુરૂપ્રસાદ ચોકમાં અને પીડી માલવીયા કોલેજ ચોકમાં ગોઠણ સુધીનું પાણી ભરાઈ ગયું હતું.
Rajkot
રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડી હતી. રાજકોટના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય જેને લઈને રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વિસ્તારવાસીઓમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરી અંગે રોષ જોવા મળી રહ્યો છે.