રાજકોટ:સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી લોકો અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગણેશ ઉત્સવ દરમિયાન મેઘરાજા પધરામણી કરતા હોય છે. ત્યારે રવિવારે ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેથી આ પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી તડકા તેમજ ગરમી અને અસહ્ય બફારા સામે લોકોને પણ રાહત અનુભવાતા સૌ કોઈમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Rajkot Rain: ઉપલેટા અને ધોરાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા,ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ
આ અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેનું કારણે એ હતું કે છેલ્લા એક મહિનાથી વરસાદ ન હતો અને એક સાથે અનરાધાર વરસાદ પડતા પાકને નુકશાની થઈ હતી. જોકે પાણીના સ્તરમાં વધારો થાય પરંતુ ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે. કોઈ વિસ્તારમાં પાકને જરૂર પડે તે અનુસાર વરસાદ પડતા તે ખેડૂતો મોજમાં છે. ત્યારે હાલ રાજકોટમાં આવેલા ધોરાજી તેમજ ઉપલેટા પંથકના વિસ્તારમાં મેઘરાજા ફરી એક વાર મન મૂકીને વરસ્યા છે.
Published : Sep 25, 2023, 1:30 PM IST
મેઘરાજા વરસ્યા:સામાન્ય રીતે હાલ નવરાત્રિનો સમય ચાલતો હોય છે. પરંતુ આ વર્ષ ગુજરાતી અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ આવેલ હોવાથી હાલ ભાદરવો ચાલે છે. તેમાં તડકા અને ગરમી અને ઉકળાટ લોકોને નિચવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ખેડૂતોના ખેતરમાં રહેલા મોલ પણ વરસાદની રાહે સુકાઈ રહ્યા હતા. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં રવિવારે બપોર બાદ મેઘરાજા વરસ્યા હતા. જેથી લોકોને ગરમી સામે મોટી રાહત મળી છે.
બાળકો પણ રસ્તા પર:આ વર્ષ રાજકોટ જિલ્લામાં ક્યાંક સાંબેલાધાર તો ક્યાંક જરૂરિયાત કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજકોટના જસદણ વિસ્તારમાં ખેડૂતોની હાલત દિવસે-દિવસે ખરાબ બની રહી છે. ખેડૂતોના માથે જાણે ઓછી ચિંતા માથે હોય એમ જાનવરો પણ પાકમાં આતંક મચાવે છે. જેના કારણે જે થોડો વધેલો પાક પણ વેર વિખેર થઈ જાય છે. ઉપલેટા શહેરમાં આવેલ ભાદર ચોક, રાજમાર્ગ, વીજળી રોડ, બડા બજરંગ રોડ, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા વરસાદી પાણી વહેતા થયા હતા. ત્યારે આ વરસાદમાં નાહવાની મોજ માણતા લોકો પણ નજરે પડ્યા હતા. જ્યારે આ વરસાદમાં બાળકો પણ રસ્તા પર વરસાદી પાણીમાં ધુબાકા મારતા જોવા મળ્યા હતા.