રાજકોટ: હવામાન વિભાગની આગાહીને લઈને જામકંડોરણા, ધોરાજી, જેતપુર, વીરપુર, શાપર વેરાવળ અને ગોંડલ પંથકના દેરડી(કુંભાજી) અને તેમની આજુ બાજુના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજકોટ - જેતપુર નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા.
રાજકોટ જિલ્લામાં અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ.. - Rain in Rajkot
હવામાન વિભાગની આગાહીને પગલે જામકંડોરણા, ધોરાજી, જેતપુર, વીરપુર, શાપર વેરાવળ અને ગોંડલ પંથક માં ભારે વરસાદ થતા રાજકોટ - જેતપુર નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા.
રાજકોટ જિલ્લામાં અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ..
ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા. ગોંડલમાં ભારે વરસાદને લઈને માર્ગો પર પાણી ભરાયા હતા. ગોંડલ શહેરમાં 30 મિનિટમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.