ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકા અને સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ - rajkot

રાજકોટઃ હાલ વિધિવત રીતે રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. ત્યારે રાજ્યના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પણ પડી ચુક્યો છે. રાજકોટ જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત સારી થઈ છે. જેને લઈને રાજકોટ સહિત જિલ્લાઓમાં આવેલ 6 જેટલા ડેમોમાં વરસાદના પાણીના કારણે નવા નીરની આવક નોંધાઈ છે. તો વર્ષાઋતુની શરૂઆતમાં જ નવા નીરની આવક થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ

By

Published : Jun 28, 2019, 3:39 PM IST

રાજકોટ મહાપાલિકા તેમજ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા 6 જેટલા જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. તો રાજકોટને પીવાનું પાણી પુરું પાડતાં ભાદર-1 ડેમમાં અડધો ફૂટ, આજી-2માં 0.82 ફૂટ, ન્યારી-2માં 1.57 ફૂટ, વાડીસંગમાં 2.69 ફૂટ, વઢવાણ-ભોગાવોમાં અડધો ફૂટ, સબુરીમાં 13.12 ફૂટ નવા નીરની આવક થઈ છે. જ્યારે રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમમાં હજુ સુધી વરસાદી પાણીની આવક નોંધાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details